Charchapatra

હિંદુ સ્ત્રીઓ પોતાના અધિકારો માટે આંદોલન ઉંચકે

લવ જેહાદના છેતરપીંડીયુકત બહાના તળે આજની સરકાર હિંદુ સ્ત્રીઓને મળેલા સમાનતાના અને સ્વતંત્રતાના બંધારણીય અધિકારો છીનવી રહી છે. હિંદુ સ્ત્રીઓએ વિશાળ વ્યાપક અને બળવાન આંદોલન ઉંચકવાની આવશ્યકતા છે.

ભારતીય બંધારણ અને યુવાઇટેડ નેશન્સના આંતરરાષ્ટ્રીય કાનૂન અનુસાર ભારતની કોઇ પણ સ્ત્રીને પોતાના મનપસંદ કોઇ પણ જાતિ અને ધર્મના પુરુષ સાથે રહેવાનો અને લગ્ન કરવાનો અધિકાર છે. લવ જેહાદના નામ પર ભારત સરકારને હિંદુ સ્ત્રીનો આ અધિકાર ઝૂંટવી લેવાનો કોઇ અધિકાર નથી. કોઇ આંતરજાતિય, આંતરધર્મીય અને પ્રેમ લગ્નો નિષ્ફળ જતા હોય તેથી પણ એવા લગ્નોનો વિરોધ કરવો આવશ્યક નથી.

કારણ કે એક જ જ્ઞાતિ અને ધર્મમાં કુટુંબો દ્વારા ગોઠવેલાં સપ્તપદી દ્વારા સંપન્ન થયેલા લગ્નો પણ નિષ્ફળ જાય છે. એવા પણ અખબારી અહેવાલો છે કે 24 જેટલા બ્રાહ્મણ રાજનેતાની દીકરીઓ મુસલમાનો સાથે અને છ બ્રાહ્મણ રાજનેતાની દીકરીઓ દલિતો સાથે પ્રેમ કરીને પરણી છે.

એ સંજોગોમાં હિંદુ સામાન્ય જનતાની દીકરીઓને પર જ્ઞાતિ અને પરધર્મી યુવક સાથે લગ્ન કરતી અટકાવવાનો સરકારને કયો અધિકાર છે? આજે જો પોતાના અધિકારો માટે હિંદુ સ્ત્રીઓ નહીં જાગે તો ભવિષ્યમાં તેના સ્વતંત્રતાના અને સમાનતાના અધિકારો ઉપર બીજી ભયાનક તરાપો પડવાનો સંભવ છે.

કડોદ     – એન. વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top