Gujarat

આસીત વોરા સામે પુરાવા મળશે તો કાર્યવાહી કરીશું : પાટીલ

રાજ્ય સરકાર દ્વારા મંગળવારના (Tuesday) રોજ હેડ કલાર્કની (Head Clerk) પરીક્ષા (Exzam) રદ કરવા અંગેનો નિર્ણય લીધા બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R.Patil) કહ્યું હતું કે આસીત વોરા (Aasit Vora) સામે પુરાવ મળશે તો તેઓ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવશે.જો કે હજુ સુઘી કોઈ ઠોસ પુરાવો અસિત વોરા સામે મળ્યો નથી. સાથે જ તેઓએ જણાવ્યું કે અમારા દ્વારા કોઈને પણ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં નથી. આરોપીઓને કડક સજા મળે તે માટે સરકાર કટિબદ્ધ છે.

પાટીલે કહ્યું હતું કે હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પોલીસ દ્વારા તે અંગેનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં 14 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી દ્વારા આરોપીઓ સામે કડકાઈથી પગલા લેવા માટે પોલીસ તંત્રને તાકિદ કરાઈ છે. જેના પગલે આગામી દિવસોમાં દાખલો બેસે તેવી સજા થાય તે દિશામાં સરકાર કાર્યવાહી કરી રહી છે. આપ દ્વારા ગાંધીનગરમાં કમલમ કાર્યલય પર હલ્લાબોલ કરાયો હતો, તે અંગે પાટીલે કહ્યું હતું કે આપ દ્વારા વિરોધ કરાય તેમાં કોઈ પણ પ્રકારે વાંધો ન હોઈ શકે પરંતુ કમલમ ઉપર આવીને બેહૂદુ વર્તન કરાયું તેને તેઓ સખ્ત શબ્દોમાં વખોડી નાંખે છે.

કોંગ્રેસ દ્વારા કરાય આસીત વોરાના રાજીનામાની માંગ

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાના નેતૃ્ત્વમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો સ્વરર્ણિમ સંકુલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા એટલું જ નહીં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કાંડની તપાસ ગુજરાત હાઈકોર્ટના સીટ્ટીંગ જ્જ દ્વ્રારા કરાવવા ઉપરાંત ગૌણ સેવા પંસદગી મંડળના ચેરમેન આસીત વોરાનું તાત્કાલીક રાજીનામુ લઈ લેવા માટે માંગ કરાય હતી.

વિપક્ષના નેતા સુખરામ રાઠવા દ્વ્રારા સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને આસીત વોરાએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી રાજીનામુ આપી દેવુ જોઈએ. જો તેઓ રાજીનામુ આપવા તૈયાર ના હોય તો સરકારે તેમની તાત્કાલીક હકાલપટ્ટી કરવી જોઈએ. પુન:પરીક્ષા ના લેવાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને સરકારે માસિક 5 હજારનું વળતર આપવુ જોઈએ.

રાઠવાએ એવી રજૂઆત કરી હતી કે સરકાર દ્વ્રારા ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરાતી નથી.એટલું જ નહીં ખોટી રીતે યુવા બેરોજગારોને સરકાર દ્વ્રારા ખોટા સપના દેખાડવામાં આવે છે. વધુમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વ્રારા પાછલા બારણે પોતાના મળતિયાઓને સરકારમાં ઘુસા઼વાનો પ્રયાસ કરાઈ રહયો છે. આ ભરતી બોર્ડ માત્ર ભ્રષ્ટાચારીઓ માટે જ કામ કરે છે. સુખરામ રાઠવાના આગેવાનીમાં કોંગી સભ્યો દ્વ્રારા આસીત વોરા રાજીનામુ સૂત્રોચ્ચાર પણ કરાયો હતો.

Most Popular

To Top