Dakshin Gujarat Main

11 મહિના બાદ નવસારી જિલ્લાના હાટ બજાર શરૂ

નવસારી: (Navsari) નવસારીમાં તંત્રએ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપતા વેપારીઓએ હાટ બજાર શરૂ કર્યો છે. જેથી વેપારીઓમાં ખુશી (Happy) જોવા મળી હતી. 11 મહિના બાદ નવસારી જિલ્લા તંત્રએ જિલ્લામાં કોરોનાની ગાઇડ લાઇન મુજબ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપી છે. જેથી નવસારીમાં વિરાવળથી ભેંસતખાડા જતા રીંગરોડ ઉપર ભરાતા હાટ બજારમાં વેપારીઓએ આજે દુકાન લગાવી ધંધો શરૂ કર્યો હતો. જણાવી દઈએ હાટ બજાર (Haat Bazar) ફેરીયા વેલફેર ટ્રસ્ટે જિલ્લામાં હાટ બજાર શરૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

ગત વર્ષે માર્ચ મહિનામાં દેશમાં કોરોનાની મહામારી શરૂ થઇ હતી. જેથી કેન્દ્ર સરકારે લોકડાઉન કરાવ્યુ હતુ. જોકે ત્યારબાદ દુકાનો-ઓફિસો શરૂ કરવાની પરવાનગી અનલોક કર્યુ હતુ. પરંતુ નવસારી જિલ્લામાં હાટ બજારો શરૂ કરવાની પરવાનગી આપી ન હતી. જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવતા જિલ્લા તંત્રએ હાટ બજારો શરૂ કરવા શરતી મંજુરી આપી હતી. પરંતુ દિવાળી પુર્ણ થતા જ તે હાટ બજારો બંધ કરાવી દીધા હતા. જે હાટ બજારો હજી સુધી ચાલુ નહી કરાતા હાટ બજારના વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે.

જોકે આ બાબતે હાટ બજાર ફેરીયા વેલફેર ટ્રસ્ટે જિલ્લામાં હાટ બજાર શરૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જોકે આ હાટ બજાર નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભરાતી હોવાથી વેપારીઓ ત્યાં પોતાની દુકાન લગાવી રોજગારી મેળવતા હતા. જ્યારે હાલ 11 મહિના બાદ નવસારી જિલ્લા તંત્રએ જિલ્લામાં કોરોનાની ગાઇડ લાઇન મુજબ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપી છે. જેથી નવસારીમાં વિરાવળથી ભેંસતખાડા જતા રીંગરોડ ઉપર ભરાતા હાટ બજારમાં વેપારીઓએ આજે દુકાન લગાવી ધંધો શરૂ કર્યો હતો. જેથી વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.

કેટલાક વેપારીઓ રસ્તા પાસે પાથરણા પાથરી ધંધો કરે છે
નવસારીના વિરાવળ-ભેંસતખાડા રીંગરોડ ઉપર દર રવિવારે હાટ બજાર ભરાય છે. જે બજારમાં દુકાનો લગાવવા માટે મોટી જગ્યા છે. પરંતુ કેટલાક વેપારીઓ રસ્તાને અડીને પાથરણા પાથરી અથવા દુકાન લગાવી ધંધો કરે છે. જેના કારણે આજુબાજુ આવેલા એપાર્ટમેન્ટોના રહીશો તેમજ તે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને તકલીફ પડે છે. જેથી નગરપાલિકા રસ્તાની બાજુમાં બેસીને ધંધો કરતા વેપારીઓને દંડે એ જરૂરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top