Gujarat

હરિયાણામાં ગમખ્વાર અકસ્માત, ચાર ગુજરાતના અને એક રાજસ્થાનના યુવકનું મોત

ગાંધીનગર: (Gandhinagar) હરિયાણાના બહાદુરગઢના બાદની અને બુપનિયા ગામ વચ્ચે જઝ્ઝર નજીક ટ્રક અને કાર (Truck And Car) વચ્ચે થયેલા અકસ્માતમાં (Accident) પાંચ યુવકોના મૃત્યુ થયા છે. જેમાં ચાર ગુજરાતના અને એક રાજસ્થાનના યુવકનો સમાવેશ થાય છે. આ યુવકો હરિયાણામાં ગાયો ખરીદવા ગયા હતા, ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હોવાનો જાણવા મળ્યું છે.

  • હરિયાણામાં અકસ્માતમાં ચાર ગુજરાતના અને એક રાજસ્થાનના યુવકનું મૃત્યુ
  • આ યુવકો હરિયાણામાં ગાયો ખરીદવા ગયા હતા

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હરિયાણાના જઝંઝર નજીક એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગુજરાતના ચાર યુવકો જેમાં ત્રણ યુવક પાટણ જિલ્લાના અને એક મહેસાણા જિલ્લાનો હોવાની માહિતી સામે આવી છે. અન્ય એક યુવક રાજસ્થાનના વતની છે.

ગુજરાતના તમામ મૃતકો ચૌધરી સમાજના હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક યુવકમાં એક યુવક દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો ભાણો હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે હરિયાણા પોલીસે ગુનો નોધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top