Business

INS હોસ્પિટલ જવાનું થયું અને જોયું પણ શું?

આરોગ્યની સંભાળ નાગરિકોની સગવડ અને સુવિધા હોસ્પિટલમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે.ખાનગી હોસ્પિટલમાં દર્દીને આત્મસંતોષ થાય તે મુજબ વર્તન અને સર્વિસ આપવામાં આવે છે. ચાર મહિના પહેલાં ગયા હતા ત્યારે કેસ કઢાવ્યો તો તેની સાથે બે કુપન આપવામાં આવતી હતી.ચા અથવા કોફી પીવા માટે પરંતુ આઠમા મહિનામાં ઓગષ્ટમાં ફરી મુલાકાત લેતાં ખબર પડી કે ચાય કે કોફી કુપન બંધ થઈ ગઈ છે. તેમાં ખરેખર આરોગ્યવર્ધક વસ્તુ જ રાખવાની હોય પણ ત્યાં બાલાજી હોય, ગોપાલ હોય, જાતજાતનાં પડીકાં વેચાણ કરવા ઠંડા પીણા સેલ કરવા આવી મોટા ભાગની ખાનગી હોસ્પિટલો સેલિંગ કરે છે.

આ વિષયમાં સરકારે ધ્યાન દોરવું પડશે કારણ કે ઘણા ગામડામાં ઇકો ટુરીઝમ પ્રવાસન સ્થળ તરીકે સરકારે જાહેર કરીને ડેવલોપમેન્ટ કરવામાં આવ્યા છે. ત્યાં કોઈ પડીકાં લઈ જઈ શકે નહીં.તો સવાલ એક હોસ્પિટલમાં તેની અંદર અયોગ્ય ફાસ્ટફુડનું વેચાણ કરવું સાચી રીતે આરોગ્ય જાળવવા મોટી હોસ્પિટલો  ખરી રીતે વિચારશીલ ખરી? સરકારે બને એટલો ભાર અને ધ્યાન આપીને સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ જેવી સેવા ઉપલબ્ધ  કરવા માટે પ્રયત્ન સાથે સ્પર્ધા કરવી જોઈએ. આપણા નેતાના આગમન પછી ડેડીયાપાડા પ્રાંતમાં એક કરોડનું ચાનું બિલ મૂકવું આ નેતાઓની લહાણી કહેવી કે જનતાની સેવા કહેવી પરિવર્તન ઈચ્છાધારી લોક સેવકોની જુબાની પરથી ખ્યાલ આવે છે. ગજબ  ગુજરાતની ગજબ વાત છે. આખરે લોકશાહીમાં જે ચૂંટાયા તે જ સિકન્દર બને છે.

સુરત     – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top