Charchapatra

‘ગુજરાતમિત્રે’ સુરત માટે દર વર્ષે ટુર્નામેન્ટ યોજવી જોઇએ

 ‘ગુજરાતમિત્રે’ આ વર્ષે જે પ્રકારની ટુર્નામેન્ટ યોજી છે તે પ્રતિવર્ષ યોજવી જોઇએ. તેનાથી સ્થાનિય ક્રિકેટને મદદ થશે અને વિવિધ સમાજો એક થશે. અત્યારના સમયમાં સામાજિક એકતા ખૂબ જ જરૂરી છે અને સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં જો સામાજિક એકતા મજબૂત હશે તો શહેરના ઉદ્યોગ-વ્યાપારને પણ મદદ થશે.

સુરતમાં અનેક પ્રાંતના અને અનેક ધર્મ-સમાજના લોકો વસે છે અને ક્રિકેટની રમત જ એવી છે કે જે બધાને જ ગમે છે. સાવ ગરીબનું બાળક પણ તે રમે છે ને પૈસાદારનાં સંતાનો ય રમે છે. આમાં ધર્મ પણ આડો નથી આવતો. ‘ગુજરાતમિત્ર’નું આયોજન એકદમ યોગ્ય છે. વળી તેમણે 100 બોલનું ફોર્મેટ પસંદ કરી એક ઇનોવેશન્સ દાખવ્યું છે. તો આ ટુર્નામેન્ટ હવે દર વર્ષે યોજો. સ્પોન્સર્સ મળી રહેશે.

નવસારી – રાહુલ દેસાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top