Charchapatra

બોગસ પશ્ચિમી ખ્રિસ્તી તહેવાર વેલેન્ટાઇન ડે!

વેલેન્ટાઇન ડે, જેને સેન્ટ વેલેન્ટાઇન ડે અથવા સેન્ટ વેલેન્ટાઇનનો તહેવાર પણ કહેવામાં આવે છે કે જે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સૈનિક વેલેન્ટાઇન નામના એક કે બે પ્રારંભિક ખ્રિસ્તી શહીદોને માન આપતા તે એક નાનો પશ્ચિમી ખ્રિસ્તી તહેવાર દિવસ હતો અને પછીની લોક પરંપરાઓ અને એક પ્રકારના ગાંડપણ દ્વારા, વિશ્વના ઘણા પ્રદેશોમાં રોમાંસ અને પ્રેમની કહેવાતી  મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યાપારિક ઉજવણીને કારણે ત્યારથી તે દિવસ કાયમ માટેનો એક બોગસ દિવસ વેલેન્ટાઈન ડે તરીકેનો બની ગયેલ છે.

ખેર, પ્રેમનું વર્ણન આદ્ય કવિ કાલિદાસ, સૂફી સંત કબીરજી,તુલસીદાસજી અને સંત સુરા બર્મન વિગેરે કરી શક્યા નથી,અલબત્ત પ્રેમની ઊંચાઈ ઉપર ભગવાન રજનીશ થોડેક અંશે પહોંચ્યા હતા તેમનાં સારાંશમાં પ્રેમ શું છે એ જોઈએ!

બુદ્ધિ પાપોથી ભરી હોય, તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો, તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે. તેનું સુખ તમારું સુખ,તેનું દુ:ખ તમારું દુ:ખ તેના જીવન અને તમારી વચ્ચેની સીમા તૂટી ગઈ.

તમે એક-બીજામાં વહો છો.જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને પરમાત્મા વચ્ચે ઘટે છે,તો તેનું નામ પ્રાર્થના,આરાધના, પૂજા, ભક્તિ એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.જો પ્રેમની સંપદા તમારી પાસે હોય, તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી, પ્રેમ પોતે જ પર્યાપ્ત છે. પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.જો તમે પ્રેમ કરી શકો,તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,તમે ઉત્સવ મનાવી શકશો.આ અસ્તિત્વ પ્રત્યે તમે અનુગ્રહિત થઈ જશો.જો તમે પ્રેમ કરવા સમર્થ છો,તો પ્રેમ જ આશિષ બની જાય છે.( આચાર્ય ઓશો )

સુરત     – સુનિલ રા.બર્મનઆ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top