Sports

પેરાલિમ્પિક્સના પ્રથમ દિવસે ગુજરાતનાં મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓ શરૂઆત કરશે

ગુજરાતનાં યુગલ ખેલાડીઓ ભાવીના પટેલ અને સોનલબેન પટેલ 24 ઓગસ્ટથી શરૂ થનારા ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ભારતનું નેતૃત્વ કરશે. ભાવીના મહિલા એકલમાં વ્હીલચેર ક્લાસ-4 વર્ગમાં ભાગ લેશે જ્યારે સોનલબેન મહિલા એકલમાં વ્હીલચેર ક્લાસ-3 વર્ગમાં ભાગ લેશે. તેઓ મહિલા યુગલમાં પણ જોડી બનાવશે. ભાવીના અને સોનલબેન પ્રથમ દિવસે જ રમવા ઉતરશે, તેઓ પોતાના ક્વોલિફિકેશન રાઉન્ડ રમશે જે 25, 26 અને 27 ઓગસ્ટના રોજ યોજાશે. સેમિફાઈનલ અને ફાઈનલ 28 અને 29 ઓગસ્ટના રોજ યોજાશે.

વર્તમાનમાં ભાવીના વિશ્વમાં આઠમા ક્રમાંક પર છે જ્યારે સોનલબેન 19મા ક્રમાંક પર છે. બંને મહિલા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પદક જીત્યા છે, તેઓ અમદાવાદમાં બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશનમાં કોચ લલન દોશીના હેઠળ પ્રશિક્ષણ લઈ રહ્યા છે. રેકા-તાઈત્વોન્ડોમાં ભારતનું પ્રતિનિધિત્વ 21 વર્ષનાં અરૂણા તંવર કરશે. હરિયાણાનાં આ ખેલાડી મહિલાઓના 49 કિલો કે-44 વર્ગમાં ભાગ લેશે, તેઓ 2 સપ્ટેમ્બરના રોજ પોતાની પ્રતિભા દેખાડશે.

વર્તમાનમાં અરૂણા કે-44માં 30માં ક્રમ પર છે. વર્ષ 2018માં વિયતનામમાં યોજાયેલા એશિયન પેરા તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં તેમણે રજત પદક મેળવ્યો હતો જ્યારે વર્ષ 2019માં તુર્કીમાં યોજાયેલ વર્લ્ડ પેરા તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં તેમણે કાંસ્ય પદક મેળવ્યો હતો. પેરા પાવરલિફ્ટીંગ ભારત તરફથી જયદીપ અને સકીના ખાતુન ભાગ લેશે. સકીના ખાતુન પશ્ચિમ બંગાળનાં છે જ્યારે જયદીપ હરિયાણાના રોહતકના છે. 50 કિલો વર્ગમાં ભાગ લેનારાં સકીના એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે જેમણે કોમનવેલ્થ ગેમ્સમાં પદક જીત્યો છે, તેમણે 2014માં ગ્લાસગોમાં કાંસ્ય પદક હાંસલ કર્યો હતો. તેમણે 2018ના પેરા એશિયન ગેમ્સમાં રજત પદક પણ જીત્યો હતો.

Most Popular

To Top