National

કાબૂલથી ત્રણ ફ્લાઇટ દ્વારા વધુ ૩૯૦ લોકોને ભારત લવાયા

તાલિબાનના કબજા પછી અફઘાનની રાજધાની કાબુલમાં કથળેલી સુરક્ષા પરિસ્થિતિમાંથી પોતાના નાગરિકોને બહાર કાવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે રવિવારે ત્રણ ફ્લાઇટ દ્વારા પોતાના 329 નાગરિકો અને બે અફઘાન સંસદસભ્યો સહિત ૩૯૦ જેટલા લોકોને દેશમાં પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના સી-19 સૈન્ય પરિવહન વિમાન દ્વારા 107 ભારતીયો, 23 અફઘાન શીખો અને હિન્દુઓ સહિત કુલ 168 લોકોને કાબુલથી દિલ્હી નજીક હિન્ડન એરફોર્સ બેઝ પર લાવવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, 87 ભારતીય અને બે નેપાળી નાગરિકોના અન્ય જૂથને દુશાંબેથી એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં આવ્યા હતા. જેમને એક દિવસ પહેલા ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન, અમેરિકા અને નાટોના વિમાનો દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લઈ જવામાં આવેલા 135 લોકોના જૂથને ખાસ વિમાન દ્વારા દોહાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. ભારતે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે અમેરિકા, કતાર, તાજિકિસ્તાન અને અન્ય મૈત્રીપૂર્ણ દેશો સાથે સંકલન કર્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિમાન હિન્ડનમાં ઉતર્યાના થોડા કલાકો પહેલા ટ્વીટ કર્યું હતું કે, ભારતીયોને બહાર કાવાનું કામ ચાલી રહ્યું છે. ભારતના 107 નાગરિકો સહિત 168 મુસાફરોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા કાબુલથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાબુલથી દોહા લાવવામાં આવેલા ભારતીયો અફઘાનિસ્તાન સ્થિત ઘણી વિદેશી કંપનીઓના કર્મચારી છે.

બે અફઘાન સાંસદોને પણ ભારત લાવવામાં આવ્યા
અધિકારીઓએ જણાવ્યું કે, કાબુલથી લાવવામાં આવેલા 168 લોકોના જૂથમાં અફઘાન સાંસદ અનારકલી હોનારયાર અને નરેન્દ્ર સિંહ ખાલસા અને તેમના પરિવારોનો સમાવેશ થાય છે. આમાંથી નરેન્દ્ર સિંહ ખાલસા ભારતીય મૂળના શીખ છે અને અફઘાનિસ્તાનની અશરફ સરકાર વખતે સાંસદ તરીકે ચૂંટાયા હતા.

Most Popular

To Top