Sports

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત તરફથી પદકના દાવેદાર

ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતની નજર હવે 24 ઓગસ્ટથી શરૂ થનારા પેરાલિમ્પિક્સ પર છે. ભારતે આ વખતે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂથ મોકલ્યું છે જેમાં 54 સભ્યો છે જેઓ 9 હરિફાઈઓમાં પોતાનું ભાગ્ય અજમાવશે. પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધી 12 મેડલ જીત્યા છે જેમાં 4 સ્વર્ણ પદક સામેલ છે. ટોક્યો પેલાલ્મિપક્સમાં ભારત તરફથી થગાવેલુ મરિયપ્પન ધ્વજવાહક રહેશે. 5 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ પ્રતિયોગિતાનું આયોજન દર્શકો વગર કરાશે.

વિશ્વમાં નંબર વન અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 4 વખતના ગોલ્ડ મેડલિસ્ટ પ્રમોદ ભગત ભારતીય પેરા બેડમિંટન દળનું પ્રતિનિધિત્વ કરશે. પ્રમોદથી પુરુષોની એસએલ-3 પ્રતિયોગિતામાં ગોલ્ડ મેડલની અપેક્ષા છે. આઈએએસ અધિકારી સુહાસ એલ.વાય.ના નામે 5 ગોલ્ડ મેડલ છે, તેઓ વિશ્વ પેરા બેડમિંટન રૈકિંગમાં ત્રીજા ક્રમ પર છે. સુહાસ 4 પ્રતિયોગિતામાં ભાગ લેશે તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્જ મેડલ જીત્યા છે.

મરિયપ્પન થંગાવેલુએ રિયો પેરાલિમ્પિક્સ 2016માં ટી-42 હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમને ખાતરી છે કે ટોક્યો પેરાલ્મિપક્સમાં પણ તેઓ મેડલ જીતશે. દેવેન્દ્ર ઝાઝરિયાએ અત્યાર સુધી બે વખત પેરાલ્મિપક્સમાં ભાગ લીધો છે અને બંને વખત તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યોમાં દેવેન્દ્ર ભારત માટે જેવલિન થ્રોમાં મેડલ જીતવાના પ્રબળ દાવેદાર છે, તેમને ભારતના સર્વશ્રેષ્ઠ પેરાલિમ્પિયન માનવામાં આવે છે.

Most Popular

To Top