Gujarat

રાજયમાં 209 તાલુકાઓમાં ભારે વરસાદ, છોટા ઉદેપુરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર: (Gandhinagar) બંગાળના અખાત પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) ફરીથી ચોમાસુ (Monsoon) સક્રિય થયુ છે. જેના પગલે રાજયમાં આજે સાંજ સુધીમાં 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. ખાસ કરીને લોધીકા અને છોટા ઉદેપુરમાં 7 ઈંચ કરતાં વધુ વરસાદ (Rain) થયો છે. રાજકોટના લોધીકા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પેદા થવા પામી હતી.

રાજયમાં 84 તાલુકા એવા છે કે જેમાં 4થી 7 ઈંચ વરસદા થયો છે. લોધીકા , છોટા ઉદેપુર ઉપરાતં છોટા ઉદેપુરના કવાંટમાં સાડા છ ઈંચ , જામનગરના કાલાવાડમાં સાડા પાંચ ઈંચ , વલસાડના કપરાડામાં 5 ઈંચ , જુનાગઞઢના માણાવદરમાં 5 ઈંચ , વંથલીમાં સાડા ચાર ઈંચ , તિલકવાડામાં સાડા ચાર ઈંચ , બોડેલીમાં 4 ઈંચ , જુનાગઢ સીટી તાલુકામાં 4 ઈંચ , કુતિયાણામાં 4 ઈંચ અને બોટાદના ગઢડામાં 4 ઈંચ વરસાદ થયો હતો. આવતીકાલે સોમવારે 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં આજે સાર્વત્રિક વરસાદ થયો
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં આગામી તા.30મી જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. હાલમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર રહેલી લો પ્રેશર સિસ્ટમ અને સાયકલોનિક સકરયૂલેશનની સિસ્ટમ સક્રિય છે. જેની અસર દરિયો પણ તોફાની બની રહેશે. જેના પગલે 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સ્થિતિમાં માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ગઈકાલ રાત્રીથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક જોવા મલી રહી છે. પાક બચાવવા માટે ખેડૂતો વરસાદ ઈચ્છી રહયા હતા એવામાં જ વરસાદ ફરીથી શરૂ થઈ જતાં ખેડૂતો રાજી થઈ ગયા છે. જામનગરના કાલાવાડમાં પાંચ ઈંચ વરસાદના કારણે અહીની છત્તર નદીમાં નવા નીર સાથે ઘોડાપુર આવ્યુ હતું. કાલાવાડ શરહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કાલાવાડ તાલુકામાં બાલંભડી ડેમ ઓવર ફલો થવા પામ્યો હતો.જુનાગઢમાં ગિરનારની આસપાસ ભારે વરસાદના કારણે સ્થાનિક સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ પેદા થવા પામી હતી. આ ઉપરાંત ગિરનાર તળેટીમાં દામોદર કુંડમાં નવા નીર જોવા મળ્યા છે.

Most Popular

To Top