Gujarat

18મી જુલાઈથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે

ગાંધીનગર: રાજયમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર સિસ્ટમ (Low pressure system) ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાતમાં (Gujarat) 18મી જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદ (Rain) લાવી શકે છે. 18 જૂલાઈ આસપાસ બંગાળની ખાડીમાં બનનારી સ્ટ્રોંગ સિસ્ટમ અને દેડકાનું વાહન ખૂબ વરસાદ લાવશે. આ વર્ષે આનંદ નામનો કાર્તિકી સંવત્સર અને શોભન નામનો ચૈત્રી સંવત્સર હોઈ શ્રાવણમાં પણ વરસાદ લાવશે.

જોકે ભારત પર અલ નીનોની અસર ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે ઈન્ડિયન ઓઈલ ડાઈપોલ પોઝીટીવ થઈ રહયો છે. આ સિસ્ટમ અલનીનોનું વિરોધી પરિબળ છે. એટલે અલ નીનો હોય ત્યારે ઈન્ડિયન ઓસન ડાઈપોલ ભારત માટે વરદાન રૂપ સિદ્ધ થાય છે. બન્નેના ઈન્ડેકસ એક સાથે વધી રહયા છે. એટલે અલ નીનોનો પ્રભાવ હાલની તકે બહુ પડશે નહીં તેવું લાગે છે. એટલે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની આશા છે. હાલ બંગાળની ખાડીમાં ચક્રવાતો ( સાકલોનિકલ સરકયૂલેશન ) અને લો પ્રેશરનો દોર શરૂ થઈ ગયો છે.

સૌરાષ્ટ્રના અમરેલીના લીલીય મોટાના વતની તથા ખગોળિય ઘટનાઓના અભ્યાસુ જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું કે ગ્રહયોગો એવા છે કે હજુ આગામી 18/19 જૂલાઈ સુધી ગુજરાતમાં તથા દેશના વિવિધ રાજ્યોમાં રેઈનફોલ એક્ટિવિટી જારી રહેશે તથા એ પછી 18 જૂલાઈ 2023થી બેસતા અધિક શ્રાવણ માસમાં પણ વરસાદમાં વધારો થશે અને આ વર્ષે ઓગષ્ટ માસમાં દેશમાં આઠ ટકા જેટલો વધુ વરસાદ થવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમ ભારે અસર કરશે
તેમણે કહ્યું હતું કે 15 જૂલાઈએ વેસ્ટ બેન્ગાલ એન્ડ એડજોઈનીન્ગ નોર્થ ઓરિસ્સા કોસ્ટ આસપાસ એક સાયક્લોનિક સરક્યુલેશનનું ફોર્મેશન થયું છે, તેથી 15 જૂલાઈથી જ ઈસ્ટર્ન કોસ્ટમાં રેઈનફોલ એક્ટિવિટી વધી ગયેલી જણાય છે. આ સરક્યુલેશન ત્યાંથી મધ્યભારત થઈને રાજસ્થાન કે ગુજરાત સુધી ટ્રાવેલ કરી શકે છે .આ સિસ્ટમ બહુ સ્ટ્રોંગ નથી પણ એને લીધે પૂર્વ ભારત, ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, રાજસ્થાન અને ગુજરાત સુધી રેઈનફોલ એક્ટીવીટી ચાલુ રહેવાની સંભાવના છે અને 18 જૂલાઈ સુધીમાં ઉ.પ્રદેશ,વેસ્ટ બેન્ગાલ, ઉત્તર પૂર્વના રાજ્યો, સિક્કિમ,મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ, કોંકણ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, રાજસ્થાનના અમુક ભાગો, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, તેલંગાણા, કોસ્ટલ કર્ણાટક, કેરાલા અને લક્ષદિપના અમુક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

ઉત્તરાખંડમાં હજુ ત્રણેક દિવસ ભારેથી અતિભારે-અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. તે પછીની વાત કરીએ તો ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS) મોડેલ અનુસાર 18 જૂલાઈ આસપાસ ઈસ્ટ સેન્ટ્રલ બે ઓફ બેન્ગાલ માં એક સાયક્લોનિક સરક્યુલેશનનું ફોર્મેશન થઈ શકે છે, જે એક ડિપ્રેશનની કે એથી પણ વધુ ઈન્ટેન્સીટી હાંસલ કરી શકે છે અને તા.19 અને 20 જૂલાઈ આસપાસ તે વધુ તીવ્ર બનીને ડીપ ડીપ્રેશનની સ્થિતિએ પહોંચી શકે છે. એ દરમ્યાન 20 તારીખે સૂર્ય પણ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશશે જેનું વાહન દેડકો રહેશે અને સિસ્ટમ ડીપ ડીપ્રેશનના રુપમાં 22/23 જૂલાઈ આસપાસ ઓરિસ્સા તટને ક્રોસ કરીને 24/25 જૂલાઈ આસપાસ મધ્ય ભારત તરફ જશે તેથી પૂર્વ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં તથા ભારતના અધિકતર રાજ્યો માં ભારે વરસાદ આવશે અને પૂર્વ ભારત, મધ્ય ભારત તથા પશ્ચિમ ભારત ના અમુક ભાગોમાં તો 200 થી 300 મિલીમિટર જેટલો વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. આ સિસ્ટમ ગુજરાત સુધી આવે એવી પણ શક્યતા છે.

માઢકે વધુમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમ મધ્યભારત તરફ આગળ વધતા મોન્સૂન નો ટ્રફ નીચે આવવાનું શરુ થઈ જશે તેથી મધ્ય ભારત અને પશ્ચિમ ભારત તરફ ભેજ બહુ આવશે તેથી ગુજરાતમાં બહુ વરસાદ પડવાની તથા ગુજરાતની સાથે રાજસ્થાન તથા સાઉથ ઈસ્ટ પાકિસ્તાનમાં એટલે કે કરાંચી આસપાસ પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમ વધુ અસર કરશે. આમ 18 જૂલાઈ સુધી દેશમાં વિવિધ રાજ્યોમાં જે વરસાદ જોવા મળશે તેમાં 20 જૂલાઈથી ખૂબ જ વધારો થશે જે 26 જૂલાઈ સુધી જોવા મળશે.

આ સમય દરમ્યાન વધુ એક સિસ્ટમનું ફોર્મેશન થઈ શકે છે કારણકે પશ્ચિમી પ્રશાંત મહાસાગરથી ટાઈફૂનનુ રેમીનન્ટ આવી શકે છે જે ઈસ્ટ સેન્ટ્રલ(પૂર્વ કેન્દ્રીય )બંગાળની ખાડીમાં એન્ટર કરશે તેથી 24 જૂલાઈ આસપાસ અહીં ફરી એક લો પ્રેશર બની શકે છે જે ડીપ્રેશનમાં રુપાંતરિત થઈ શકે છે જે ફરી ઓરિસ્સા-ઉત્તર ઓરિસ્સા આસપાસ ક્રોસ કરીને મધ્ય ભારત તરફ આગળ વધી શકે છે તેથી ફરી એકવાર પૂર્વ ભારતમાં વરસાદ આવી શકે છે અને ઓરિસ્સા, આંધ્ર, વેસ્ટ બેન્ગાલ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા, વિદર્ભ તથા મહારાષ્ટ્ર માં ભારે વરસાદની તો ક્યાંક પૂર આવવાની પણ સંભાવના છે.

Most Popular

To Top