Gujarat

જાફરાબાદના દુધાળા પાસે પોલીસ વાન પલટી : 7 આરોપી, 2 પોલીસ કર્મી ઘાયલ

અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના ફાસરિયા ગામ નજીક જુગારધામ ચાલતું હોવાની બાતમી નાગેશ્રી પોલીસને (Police) મળી હતી. જેથી નાગેશ્રી પોલીસની ટીમે (Police Station) ફાસરિયા નજીક રેડ પાડી હતી. જેમાં પોલીસે 7 જેટલા આરોપીને દબોચી લીધા હતા. તમામ આરોપીઓને પોલીસની સરકારી ગાડીમાં બેસાડી નાગેશ્રી પોલીસ સ્ટેશને લઈ જવાતા હતા.

મધરાતે દુધાળા ગામ નજીક આ ગાડી પલટી મારી જતાં 2 પોલીસકર્મી અને 7 જેટલા આરોપીને નાના મોટી ઇજા થઈ હતી. આ તમામને 108 મારફતે રાજુલા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 1 પોલીસ કર્મીને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ડી.વાય.એસ.પી સહિત સ્થાનિક આસપાસના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

ચલથાણ રેલવે બ્રિજ નજીક હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાતાં ટ્રાફિકજામ સર્જાયો
પલસાણા: ચલથાણ રેલવે ઓવરબ્રિજ પાસે આગળના વાહને અચાનક બ્રેક મારતાં પાછળ બે વાહનો ભટકાતાં બે કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી.
ગુરુવારે નેશનલ હાઇવે નં.48 ઉપર નવસારીથી કડોદરા તરફ જવાના રસ્તે ચલથાણ રેલવે ઓવરબ્રિજ પાસે આગળના વાહને અચાનક બ્રેક મારતાં પાછળથી એક કાર નં.(GJ 19 AF 9352) આગળ ચાલતી ટ્રકમાં અથડાતાં કારનો આગળનો ભાગ એન્જિન સહિતનો ચગડાઇ ગયો હતો. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યાંથી એકસો ફૂટ દૂર એક ટેન્કરના પાછળ હાઇવા ડમ્પર નં.(GJ 21 W 7838)ના ચાલકે ટેન્કર સાથે અક્સ્માત કરતાં ટેન્કરચાલક કેબિનમાં ફસાઈ જતાં લોકોએ બહાર કાઢતાં તેને પગના ભાગે ઇજા પહોંચી હતી. આ અકસ્માત સર્જાતાં હાઇવે ઉપર બે કિલોમીટર કરતાં વધુ લાંબી વાહનોની કતાર લાગતાં સ્કૂલ-કોલેજ તેમજ નોકરી ધંધા માટે નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા.

Most Popular

To Top