Gujarat Main

રાજ્યમાં આગામી દિવસોમાં ધો-1 થી 8ના વર્ગો શરૂ કરાશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી છે. તેની સાથે સાથે શિક્ષણ (Education) કાર્ય પણ તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે. સોમવાર થી ધોરણ- 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ (Offline Education) શાળાઓમાં શરૂ થયું છે. હવે આગામી દિવસોમાં ધોરણ-1 થી 8ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. આ અંગે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં ન ફેલાય તે માટે ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઓછું થતાં તબક્કાવાર શાળા, કોલેજો શરૂ કરવામાં આવી છે. આજથી ધોરણ- 9, 10 અને 11ના વર્ગોમાં શિક્ષણકાર્ય શરૂ થયું છે. 50 ટકાની ક્ષમતા સાથે શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ થયું છે. આગામી દિવસોમાં ધોરણ-1 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવશે. આ અંગે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

ડિપ્લોમામાંથી ડિગ્રી ઇજનેરી માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર: 10943 વિદ્યાર્થીઓનો સમાવેશ

અમદાવાદ: ડિપ્લોમામાંથી ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. પ્રવેશ સમિતિ દ્વારા સોમવારે જાહેર કરાયેલી પ્રોવિઝનલ મેરીટ યાદીમાં ડિપ્લોમા પાસ કરાયેલા 10943 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રવેશ સમિતિ ખાતે 16063 વિદ્યાર્થીઓએ ફી ભરીને રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવેલું હતું. સોમવારે મેરીટ યાદી જાહેર થયા સાથે વિદ્યાર્થીઓની મોક રાઉન્ડ ચોઇસ ફીલિંગ કાર્યવાહી પણ શરૂ થયેલી છે.

આ કાર્યવાહી 29 જુલાઇ સુધી ચાલશે. મોક રાઉન્ડનું પરિણામ 2જી ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. વધુમાં વર્ષ 2020થી એઆઈસીટીઈની માર્ગદર્શિકા અન્વયે લઘુત્તમ લાયકાત ધરાવતા ડિપ્લોમા ઇજનેરી પાસ કરેલા વિદ્યાર્થી ડિગ્રી ઇજનેરીની કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ ઉપલબ્ધ બધી જ ચોઈસમાંથી વધુને વધુ ચોઈસ ભરે જેથી વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ના રહે. વધુ માહિતી માટે ઉમેદવારોએ પ્રવેશ સમિતિની વેબસાઇટ www.jacpcldce.ac.in ઉપરથી પ્રવેશને લગતી બીજી માહિતી મેળવી શકશે.

જીપીએસસી દ્વારા આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષાઓ મોકૂફ

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2021માં યોજાનારી તબીબી શાખાની 6 જેટલી પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી કરાયા પછી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

જીપીએસસી દ્વારા જે છ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જેમાં 25મી ઓગષ્ટના રોજ લેવાનારી પ્રધ્યાપક, ઇમરજન્સી મેડિસિન, વર્ગ-1, તા. 27મી ઓગષ્ટ-21ના રોજ લેવાનારી સહપ્રધ્યાપક, ઇમરજન્સી મેડિસિન, વર્ગ-1, તા. 2જી સપ્ટેબર-21ના રોજ લેવાનારી પ્રધ્યાપક, ટીબી એન્ડ ચેસ્ટ, વર્ગ-1 , 7મી સપ્ટેબર-21ના રોજ લેવાનારી મદદનિશ પ્રધ્યાપક, નેફ્રોલોજી વર્ગ-1, તથા સહપ્રધ્યાપક, ફેમિલિ મેડિસિન, વર્ગ-1 અને 8 સપ્ટેબર-21ના રોજ લેવાનારી મદદનીશ પ્રધ્યાપક, ટીબી એન્ડ રિસર્ચ વર્ગ-1ની પરીક્ષાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top