SURAT

ગુજરાત-મહારાષ્ટ્રને જોડતી આટલી ટ્રેનો ફરી શરૂ થઈ: દક્ષિણ ગુજરાતના લોકોને ફાયદો

સુરત: (Surat) કોરોના (Corona) કાળ અને ત્યારબાદ દેશમાં મોટાપાયે વીજળી સંકટથી બચવા માટે પેસેન્જર ટ્રેનોને (Train) અટકાવવામાં આવી હતી. હાલમાં ભારત કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી (Railway Minister) દર્શના જરદોશના (Darshna Jardosh) પ્રયાસથી કોલસાના (Coal) હેરફેરની આવશ્યકતા હોવા છતાં પેસેન્જર ટ્રેનો અને એક્સપ્રેસ ટ્રનો ફરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વડોદરાથી વલસાડ વચ્ચેની ટ્રેન, સુરત ભુસાવળ પેસેન્જર ટ્રેન, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે ચાલતી ટ્રેન અને સુરત ભુસાવળ અને મુંબઇ સેન્ટ્રલની ટ્રેનોની ગતિ પણ વધારવામાં આવી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના લોકોને ફાયદો થશે. દરરોજ અપ-ડાઉન કરનારા પાસ હોલ્ડરોને પણ સમયની બચત થશે.

કોરોના મહામારી બાદ પણ લોકલ ટ્રેનમાં એક્સપ્રેસ જેટલું જ ભાડું વસૂલાતું હોવાની ફરિયાદ
વલસાડ : બે વર્ષ પહેલા કોરોના (Corona) મહામારીના લીધે જાહેર પરિવહન સેવા કેટલાક સમય સુધી સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. આંશિક સ્પેશિયલ વધુ ભાડા ખંખેરતી ટ્રેનથી (Train) રેલવેએ (Railway) શરૂઆત કરી હતી. જેમાં લોકલ ભાડાની (Local Charges) મેમુ (Memu) પણ હાલમાં એક્સપ્રેસ ભાડે દોડી રહી છે. વલસાડ-વિરમગામ પેસેન્જર, રાત્રી વિરમગામ-મુંબઈ લોકલ, દિલ્હી જનતા અને વિરાર સુરત શટલ્સ જેવી ચારેક રેલયાત્રી ઉપયોગી ટ્રેન હજુ પણ શરૂ નહીં કરી લોકોના ધંધા રોજગાર છિનવી લીધા છે. હાલ દોડતી ટ્રેનોમાં ગેરકાયદે હેરફેરમાં જવા મજબૂર કરતા પ્રવાસીઓ લૂંટાઇ રહ્યા છે.

બંધ ચાર ટ્રેનના લગભગ દસેક હજાર દૈનિક મુસાફરો હોય છે, જે લોકોએ ગેરકાયદે વાહનો ઇકો જેવામાં ધંધા રોજગાર માટે વધુ નાણાં ખર્ચીને જવું પડે છે. પરિણામે જાહેર માર્ગો પર અનેક ગણા વાહનોનો વધારો થયો છે. પરિણામે બળતર પણ બેફામ વપરાય છે. જે રૂપિયા 100થી વધુનુ લીટર હોય બેફામ ભાડા વસુલાઈ રહ્યા છે.

Most Popular

To Top