SURAT

SMCના કચરાના ટેમ્પાની અડફેટે આવતા ગુજરાત ગેસ કંપનીના સબ કોન્ટ્રાક્ટરનું કમકમાટી ભર્યુ મોત

સુરત: સુરત SMCનો કચરાનો ટેમ્પો (Tempo) ગુજરાત ગેસ કંપનીના (Gujarat Gas) સબ કોન્ટ્રાક્ટર (Contractor) માટે કાળ સમાન બન્યો હતો. ઘટના મંગળવારે રાત્રે બની હતી. બાઈક (Bike) ઉપર સવાર ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાક્ટર દર્શનને સુરત નગરપાલિકાના (SMC) કચરા ભરેલા ટેંમ્પાએ અડફેટે લેતા તેનુ કમકમાટી ભર્યુ મોત (Death) થયુ હતું. આ અકસ્માતમાં (Accident) પરિવારે પોતાનો આધાર સ્તંભ ગુમાવ્યો હતો. ટેંમ્પાના ચાલક વિરુધ્ધ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સિંગણપોરથી જહાંગીરાબાદ આવતા ગુજરાત ગેસ કંપનીના સબ કોન્ટ્રાકટરનું પાલિકાની કચરો ભરેલા ટેમ્પાની અડફેટે મોત નિપજ્યુ હતુ. મૃતક દર્શન રતિલાલ પટેલ માત્ર 36 વર્ષનો હતો અને જહાંગીરાબાદ ગંગા નગરનપ રહેવાસી હતો. દર્શન પરિવારનો એક નો એક દીકરો અને પરિવારનો આર્થિક સ્તંભ હોતો. આ અકસ્માતમાં પરિવારે આધાર સ્તંભ અને બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ટેંમ્પાની ઓળખ થતાં જ સુરત પોલીસે ટેંમ્પા ચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાત્રે 10.30 થી 11 વચ્ચે બની હતી. દર્શન બાઇક ઉપર પોતાના ઘરે જહાંગીરાબાદ આવતો હતો. કોઝવે નજીક કચરા ભરેલા ટેમ્પાએ અડફેટે લેતા દર્શનને ગંભીર ઇજા થઇ હતી. તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર પહેલા જ દર્શનનુ મોત નિપજ્યુ હતુ. પોલીસે ટેમ્પોના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દર્શનના પરિવારેવ જણાવ્યુ હતુ કે દર્શન ગુજરાત ગેસ કંપનીમાં સબ કોન્ટ્રાક્ટરના પદ ઉપર કામ કરતો હતો. પિતાના અવસાન બાદ ઘરની તમામ જવાબદારી દર્શન પર જ હતી. દર્શનને 11 અને 7 વર્ષના બે પુત્ર છે અને તે પરિવારનો એકનો એક દીકરો હતો. દર્શનના પિતાનું 11 વર્ષ પહેલાં અવસાન થયું હતું. ઘટનાની જાણ બાદ પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વેડરોડ નાની બેચરાજીના જુના ઘરેથી નવા ઘરે જતા રસ્તામાં દર્શનને કાળ ભરખી ગયો હતો. કચરાના ટેમ્પોએ ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકને તેમ્પાની અડફેટે આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ટેમ્પો નંબર જીજે 5 જીવી 2077 એ આ અકસ્માત કર્યો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top