Charchapatra

ગુજરાતના કર્મચારી, પેન્શનરો ગુજરાત સરકારની રાહ જુએ છે

મોંઘવારી વધી છે. કેન્દ્ર સરકારે તેમના કર્મચારીને અને પેન્શનરોને ૧૧ ટકા મોંઘવારી વધારો જાહેર કરી ૨૮ ટકા મોંઘવારી વધારો કર્યો છે તેમાં આ વાતનો  સ્વીકાર છે. દરેક રાજયો કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારો પોતાના કર્મચારી અને પેન્શનરને આપે છે તો ગુજરાત રાજયના મુખ્ય પ્રધાન કેન્દ્ર પ્રમાણે તેના કર્મચારી અને પેન્શનરોને કયારે આપશે? એ અંગે જાહેરાત કયારે કરશે? એ માટે શું ચૂંટણી લાવવી પડશે? મેડિકલ એલાઉન્સ ફકત ૩૦૦ રૂપિયા મળે છે તો એમાં વધારો કરી ૧૦૦૦ રૂા. થવો જોઇએ. આજે તો ડોકટર પાસે જઇએ તો ૫૦૦ રૂા. કેસ કઢાવતી વખતે જ દર્દીએ આપવા પડે છે અને બ્લડ ટેસ્ટ અને અન્ય ટેસ્ટના તો જુદા રૂપિયા આપવા પડે. મા. મુખ્યમંત્રીશ્રી ગુજરાતના કર્મચારી અને પેન્શનર માટે સત્વરે મોં. વધારાની કેન્દ્ર પ્રમાણે જાહેરાત કરે તેવી અપેક્ષા. નવસારી             – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top