Gujarat

રાજ્યભરમાં કોંગ્રેસની ‘ભારત જોડો તિરંગા યાત્રા’ નીકળી

અમદાવાદ: કોંગ્રેસની (Congress) રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ‘ભારત જોડો તિરંગા યાત્રા’ યોજાઈ હતી. આજે રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગરોમાં “ભારત જોડો તિરંગા યાત્રા”ના ભાગ રૂપે શહીદ વીર કિનારીવાલા સ્મારકે પુષ્પાંજલિ કર્યા બાદ મોટી સંખ્યામાં બાઈક સાથે મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે રેલી પહોંચી હતી. ત્યારે હાલના શાસકો પર આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ૮ ઓગસ્ટ ૧૯૪૨ એ ઐતિહાસિક દિવસ છે. જ્યારે અંગ્રેજોના જોર-જુલમને નાબુદ કરવા ભારતીયોના સ્વરાજના હક્ક અને અધિકાર માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ “અંગેજો ભારત છોડો”ના નારા સાથે અહિંસક ક્રાંતિની શરૂઆત કરી હતી. અંગ્રેજો સામે તે વખતે પણ કોંગ્રેસ પક્ષ લડતો હતો અને અંગ્રેજોનો સાથ આપનારાઓ સામે પણ આજે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લડી રહ્યો છે.

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતુ કે મંદી મોઘવારી, બેરોજગારી, કથળતી શિક્ષણ અને કાયદો વ્યવસ્થા સહીતના મુદ્દે ફરી એક વાર લડતની જરૂર છે, અને કોંગ્રેસ આ માટે મેદાનમાં આગળ વધી રહી છે. યુવાનો, મહિલાઓ, શ્રમિકો, વંચિતો-પીડિતો, સામાન્ય-મધ્યમ વર્ગના હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ સદાય લડત આપી છે અને આપતું રહેશે.

એઆઇસીસીનાં મંત્રી અને સૌરાષ્ટ્રનાં પ્રભારી રામકીશન ઓઝાની ઉપસ્થિતમાં રાજકોટ ખાતે વિશાળ ‘ભારત જોડો તિરંગા યાત્રા’ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રાજકોટનાં અગ્રણીઓ, મહિલાઓ, સ્થાનિક આગેવાનો જોડાઇ ‘ભારત માતા કી જય, વંદે માતરમ’નાં નાં બુલંદ નારા સાથે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતી ભાજપ સરકાર સામે હક્ક અને અધિકાર મેળવવા માટે બીજી એક આઝાદીની લડાઈ માટે આહ્વાન કર્યું હતું.

Most Popular

To Top