Gujarat

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર, 10 નવા શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂક

અમદાવાદ: આગામી લોકસભા 2024ની (Loksabha Election 2024) ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત (Gujarat) કોંગ્રેસે (Congress) સંગઠનના માળખામાં કેટલાક ફેરફારો કર્યા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) શહેર સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અન્ય કમિટીઓમાં પણ સિનિયર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખોની નિમણૂકની સાથે સાથે પ્રદેશ ચૂંટણી કમિટી (Election Comission) પણ તૈયાર કરી દેવામાં આવી છે.

આગામી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે સંપૂર્ણ રીતે સજ્જ થવા માટે પોતાના સંગઠનના માળખામાં ફેરફારો કર્યા છે. આજે અમદાવાદ જિલ્લા સહિત 10 જિલ્લાઓના પ્રમુખની નિમણૂક કરી સંગઠનના માળખામાં ફેરફારો કર્યા છે. આ ઉપરાંત પ્રદેશ ચૂંટણી કમિટીમાં 30 સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસના પ્રમુખોની નિમણૂકની યાદી

  • અમદાવાદ- હિંમતસિંહ પટેલ
  • ડાંગ- મુકેશ પટેલ
  • નર્મદા- પ્રફુલ પટેલ
  • ખેડા- ચંદ્રશેખર ડાભી
  • આણંદ- વિનુભાઈ સોલંકી
  • વડોદરા- જસપાલસિંહ પઢિયાર
  • પંચમહાલ- ચેતનસિંહ પરમાર
  • રાજકોટ- લલિત વસોયા
  • અમરેલી- પ્રતાપ દુધાત
  • જુનાગઢ- ભરત અમીપરા

અમદાવાદ શહેર કોંગ્રેસ કચેરીએ કાર્યકરોએ ફટાકડા ફોડી નવા પ્રમુખની નિમણૂકને વધાવી

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનના માળખામાં ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવતા આજે અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી નવા પ્રમુખની નિમણૂકને વધાવી હતી. એનએસયુઆઈ અગ્રણી ભાવિન સોલંકી સહિત યુથ કોંગ્રેસના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને ‘હિંમતસિંહ પટેલ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા’ સાથે સૂત્રોપોકારી ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top