Vadodara

વડોદરા: હું ગૃહમંત્રીનો પીએ છું તારી કાલે બદલી કરાવી નાખીશ… યુવકે TRB જવાનને ધમકી આપી

 વડોદરા: વડોદરા (Vadodara) શહેરના ગોલ્ડન ચોકડી પાસે રોડ પર ઉભા રહીને વાતો કરતા શખ્સોને સાઇડ પર ઉભા રહેવાનું કહેતા તેમણે ટ્રાફિકના (TRB) હેડ કોન્સ્ટેબલ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનને માર માર્યો હતો. તમે ટ્રાફિકવાળા છો તમે કેમ આવ્યો છે તેમને કોઇ લેવા દેવા નથી તેમ કહી ગાળો આપી હતી. યુવકો પૈકીના એક યુવકે તો હું ગૃહમંત્રીનો (Home Minister) પીએ છું તમારી કાલે બદલી કરાવી નાખીશ તેવી પણ ધમકી આપી હતી. જેથી ટ્રાફિક પોલીસ (Traffic Police) કર્મી પર હુમલો કરનાર ત્રણ શખ્સોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પૂર્વ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવીનચંન્દ્ર મથુરભાઈ ટ્રાફીક બ્રિગેડના ડ્રાઇવર જ્યોતીષકુમાર પાઉલભાઈ પરમાર સાથે ગુરુવારે રાત્રીના સમયે સ્પિડ ગન વાનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રાત્રીના આશરે પોણા બે વાગ્યાના અરસામાં ગોલ્ડન ચોકડી ને.હા.નં.8ના સર્વિસ રોડ ઉપર પારસ ઢાબા પાસે વાન લઇને પહોંચ્યા હતા. ત્યારે બે શખ્સો રોડ ઉપર વચ્ચે ઉભા રહીને વાતો કરતા હતા. જેથી હેડ કોન્સ્ટેબલ અને બ્રિગેડના જવાને ગાડી રોકી તેઓને સાઇડમાં ઉભા રહી વાતો કરવાનુ જણાવ્યું હતું. જેથી તેઓ ઉશેકેરાઇ ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે, તમે ટ્રાફીકવાળા છો તમારે કોઇ લેવા દેવા નથી તેમ અહિયા કેમ આવો છો તેમ કહી ગાળો ભાંડવા લાગ્યા હતતા. બે પૈકી એક વરૂણ પટેો ડ્રાઇવર સાથે મારામારી કરી હતી.

જેથી હેડ કોન્સ્ટેબલ છોડાવવા પડતા મારી સાથે તેઓએ તેમની પણ છુટા હાથથી મારામારી કરી કરી હતી. દરમિયાન વરૂણ પટેલે જણાવ્યું હતું કે, હું ગૃહમંત્રીનો પી.એ. છુ હું તમારી કાલે બદલી કરાવી દઇશ તેવી ધમકી આપવા લાગ્યો હતો. જેથી પકડવા જતા તેઓ ગાડીમાં બેસી ભાગી ગયા હતા.

ટ્રાફિક પોલીસે તેઓનો પીછો કરી પકડવા જતા તેઓએ બીજી બે ત્રણ ગાડીઓ પાછળ પીછો કરવા લાગતા તેઓ સીટી કટ્રોલમાં રાત્રીના સવા બે એક વાગ્યાના વાયરલેશ મેસેજથી જાણ કરતા હરણીની મોબાઇલ તથા પી.સી.આર મદદ આવી ગયા હતા અને ત્રણ શખ્સો વરૂણ નારાયણ ૫ટેલ (રહે.દરજીપુરા ગામ વડોદરા), આકાશ સુરેશ પટેલ (રહે.હરણી ગામ મોટુ ફળીયુ વડોદરા) શહેર અને પિનાક વિનેશ પટેલ (રહે.હરણી ગામ વડોદરા) ને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top