Gujarat

દિવસનું અજવાળુ હોય ત્યાં સુધી કોઈ લાઈટો ચાલુ કરવી નહીં – દાદા

ગાંધીનગર:રાજયમાં ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે હવે વીજળીના બિલમાં (Light Bill) બચત કરવા માટે મંત્રીઓને નવો પાઠ આપ્યો છે. મુખ્યમંત્રી પટેલે આજથી એવી સૂચના આપી છે કે મંત્રીઓએ પોતાની એન્ટી ચેમ્બરની લાઈટો જાતેજ ચાલુ બંધ કરવી, એટલુંજ નહીં દિવસનું અજવાળુ (Sun Light) હોય ત્યાં સુધી ચેમ્બરમાં કે એન્ટી ચેમ્બરમાં લાઈટો ચાલુ કરવી નહીં. પટેલે ખુદ પોતાની ઓફિસમાં આજે સૂર્ય પ્રકાશ હતો ત્યાં સુધી લાઈટો વાપરી નહોતી. જયારે એન્ટી ચેમ્બરની પણ લાઈટો કરવાનું ટાળ્યુ હતું.

વીજળી બચાવવા CM ભૂપેન્દ્ર પટેલે અનુકરણીય પહેલ કરી છે. સૌથી વધુ વીજળીનો બગાડ સરકારી ઓફિસોમા જ થાય છે. અહી કારણવગર લાઈટો ચાલુ હોય છે, અને કોઈ બંધ કરવાની તસ્દી લેતુ નથી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીજળી બચાવવા પોતાના મંત્રીઓને લેસન આપ્યું છે. તેઓએ અજવાળું હોય ત્યાં સુધી સરકારી ઓફિસમાં લાઈટ શરૂ નહી કરવાનો નિર્ણય લીધો છે.

સરકારી ઓફિસમાં થતો લાઈટનો બગાડ અટકાવવા ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ પહેલ કરી છે. ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જરૂર વગર લાઈટ ચાલુ નહિ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ તમામ સ્ટાફને CM ઓફિસ અને કાર્યાલયમાં લાઈટ જાતે ચાલુ-બંધ કરવા સૂચના આપી છે. આ સૂચના માત્ર સ્ટાફ માટે નથી, પરંતું મંત્રીઓને પણ અપાઈ છે. મુખ્યમંત્રીએ મંત્રીઓને પણ આ અંગે સૂચન કર્યું કે, જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી પોતાની ઓફિસમાં લાઈટ ચાલુ ના કરવી.

Most Popular

To Top