Business

Guj CET / JEEની તૈયારી કેવી રીતે કરશો?

શ, પરીક્ષાઓનો પહેલો પડાવ પૂર્ણ થઇ રહ્યો છે. ધો. ૧૦ ના વિદ્યાર્થીઓને અન્ય પ્રવેશપરીક્ષા આપવાની હોતી નથી માટે રીલેકસ થઇ શકે છે પરંતુ ધો. ૧૨ના વિજ્ઞાનપ્રવાહ – ગણિત અને જીવવિજ્ઞાન જૂથવાળા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ પરીક્ષાઓ હજુ આપવાની બાકી છે જે એમના ઉચ્ચ અભ્યાસ માટેનાં દ્વાર ખોલી આપશે. ધો. ૧૨ ની ગુજરાત બોર્ડની કે અન્ય બોર્ડની પરીક્ષાઓ સારી રીતે આપી હશે. હવે એના વિષે એટલે કે એનાં પરિણામ વિષે વિચારવાનું બાજુ પર મૂકી દઇને તા. ૧૮ એપ્રિલની Guj CET પર ભાર આપવાનો છે. સાથે જ JEE Main એપ્રિલ સેશન માટેની તારીખો 21, 24, 25, 29 અને May 1, 4 એમ જાહેર થઇ ગઇ છે. આ પ્રથમ સેશનની તારીખો છે. વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓએ અભ્યાસની ગાડીની સ્પીડ ઓછી કરવાની જ નથી. જો ઊંચા મેરીટમાં આવવું હોય તો જાણે પરીક્ષાઓની સીઝન. દરેક વિદ્યાર્થીને Guj CET / JEE માં ઉત્તમ દેખાવ કરવાની ઇચ્છા હોય છે. જેથી ગુજરાતની જે કોલેજોમાં Guj CET થકી એડમિશન મળતાં હોય ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે તક મળી શકે.

  • સૌ પ્રથમ તો એના અભ્યાસક્રમની પૂરેપૂરી જાણકારી લેવી રહી.
  • વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે ધો. ૧૧-૧૨ માં ગુજકેટની તૈયારીઓ કરી જ હશે. પરંતુ હવે Finalમાં આપવાના છો અને માત્ર નવ દિવસ જ સામે છે ત્યારે…
  • સૌથી સારો અભ્યાસનો પ્લાન / આયોજન બનાવી મંડી પડો.
  • રીવીઝનનું સમયપત્રક બનાવો અને એના અમલમાં સાતત્યતા જાળવી રાખો. PCM / PCB ને યોગ્ય ભાર આપી પ્રેકટીસ કરો.

– જે વિષય અઘરો લાગે તેમાં થોડો વધુ સમય ફાળવી વધુ સમજણ કેળવવાનો પ્રયત્ન કરો.

  • MCQS માં ગોખેલું નહીં ચાલે, માત્ર અને માત્ર સમજણ દ્વારા પૂરેપૂરા માર્કસ લાવી શકાય છે. જો અકકડ – બકકડ બો – એટલે કે ગપ્પાં મારવા ગયા તો સમજજો કે આવેલા માર્કસમાંથી નકારાત્મક માર્કીંગ સ્કીમને લીધે મેળવેલા માર્કસમાંથી કપાઇ જ જવાના છે.
  • દરેક વિદ્યાર્થીને હોય કે એ ૧૦૦ ની ઉપરનું સ્કોરીંગ લઇ આવે પરંતુ એને માટે રીવીઝન સાથે મોક ટેસ્ટનાં રાઉન્ડ પણ કરવા જોઇએ. જેથી બાકી રહેલા દિવસોમાં ઉત્તમ દેખાવ કરવાની તક મળી રહે તે ઝડપી શકાય છે.
  • છેલ્લાં પાંચ વર્ષનાં પેપરોની પ્રેકટીસ – પ્રામાણિકપણે ઘડિયાળ સાથે કરવાથી તમારી ચોકસાઇ અને ઝડપ ખબર પડી જશે.
  • MCQ – પધ્ધતિમાં કોઇ પણ વિષયમાં Concept Clearance ખૂબ જરૂરી છે.
  • જો તમે કદાચ ફલેશકાર્ડ કે ટૂંકી નોંધ બનાવી હોય તો છેલ્લે સુધી રીવીઝનમાં એ જ વાપરજો જેથી તમારી મેમરી શકિતશાળી થઇ જાય.
  • કદાચ મોકટેસ્ટમાં ઓછા માર્કસ આવે તો નાસીપાસ / હતાશ ન થતાં તમારો પ્રેકટીસનો ટેમ્પો જાળવી રાખો.
  • આ સમય દરમ્યાન શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવું ખૂબ જ જરૂરી છે. જેથી તમને મળેલા દિવસોનો સદ્‌ઉપયોગ કરી સ્કોરીંગમાં વધારો કરી શકાય તેનો આત્મવિશ્વાસ આવશે.
  • થોડાક જ દિવસો સામે હોવાથી crash reading practice – દરરોજના સાત – આઠ કલાક કરતાં પણ વધુ સમય ફાળવો તો જ ત્રણે વિષયના બધાં જ ચેપ્ટરો પર ધ્યાન આપી શકાય.
  • Mock – Test નાં પરિણામ પરથી સેલ્ફ – એસેસમેન્ટ કરો. કયા વિષયમાં કેટલા શકિતશાળી છો? તમે વિષયની તૈયારીઓ સમજીને કરી હશે તો ટવીસ્ટ કરેલા પ્રશ્નોના જવાબ ટીક કરવામાં ગોથું નહીં ખાશો.
  • ખાસ, બધા જ પ્રશ્નોના જવાબો આવડતાં હોય તો સારી વાત છે પરંતુ જે પ્રશ્નોના ઉત્તરોમાં તમે ચોકકસ નથી અને અંદાજીત જવાબ ટીક કરી રહ્યા છો તો થોભી જાવ. કદાચ ટીક કરેલો જવાબ ખોટો હોય અને .25, મેળવેલા માર્કસમાંથી કપાય જશે તો તમારું સ્કોરીંગ ઘણું નીચે આવવાની શકયતા બની જાય છે માટે ચોકકસ હો તો આગળ વધો. વધુ પડતું રીસ્ક નહીં લેવું.

એક સાથે વધુ કલાકો ભણવા કરતાં વચ્ચે નાના ઇન્ટરવલ લેવા જેથી માનસિક હળવાશ અનુભવી શકાય. હા, આ ઇન્ટરવલમાં ટીવી, મોબાઇલ ગેમ, Whats  app કે અન્ય સોશ્યલ મીડિયા ન જોવાવા જોઇએ કેમ કે એનાથી તમે વાંચેલું ભૂલી જવાની શકયતાઓ વધે છે.

Guj CET અને JEE Main નું સિલેબસ લગભગ એક હોવાથી ખૂબ જ સારી રીતે તૈયારીઓ કરવી જેથી ગુણવત્તાવાળી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં ભણવાની તક મળે.

‘Best wishes for preparation.’
Guj CET-2022
Mode                              Written Test –            offline
Duration                  3 hours –                             60 Minutes for each section
Section:                   Mathematics / Bio               No Question
                           Physics                       in each
                           Chemistery                   Subject
Type of Question:        MCQS
Medium:                  English, Hindi and Gujarati
Marking Scheme:        One mark for each correct answer, but 0.25 mark will be                                   deducted for every incorrect answer  from your mark.

Most Popular

To Top