Charchapatra

ગરબો – હેરિટેજમાં સ્થાન

હાલમાં જ યુનેસ્કોએ આપણી પ્રાચીન ધરોકા કહી શકાય તેને વિશ્વમાં સ્થાન આપ્યું છે. ગુજરાત એટલે ગરબો અને ગરબો એટલે ગુજરાત આમ આ ગુજરાતની આગવી ઓળખ કહી શકાય. નવરાત્રીમાં નવ દિવસ આખું ગુજરાત ગરબાથી ગાજતું થઈ જાય છે. પહેલાના વખતમાં અમુક પ્રદેશમાં સ્ત્રીઓને ગરબા ગાવા, નહોતા મળતા અને એનું જીવંત ઉદાહરમ છે. ‘હેલ્લારો’ ગુજરાતી પિક્ચર. આપણે ગૌરવ લઇ શકીે એવી વાત થઈ કે ગરબાને યુનેસ્કોએ વિશ્વ હેરીટેજ તરીકે જાહેર કર્યો. જોકે વિશ્વમાં રહેતા દરેક ગુજરાતી માટે આ ગર્વની વાત છે. હવે હેરિટેજમાં ગરબાને સ્થાન મળતા એમાં કારકિર્દીના સ્કોપ ઘણા વધશે. હેરિટેજમાં આવ્યા પછી ગરબા દુનિયાના ખૂણે ખૂણે પકાંચશે તેનો આનંદ છે. ગરબાને હેરિટેજમાં સ્થાન મળ્યું એ આપણા સંગીત અને સંસ્કૃતિ માટે ગૌરવ ગણી શકાય વિદેશમાં પણ જ્યાં જ્યાકં ગુજરાતીઓ વસેલા છે ત્યાં ત્યાં ગરબાના પ્રોગ્રામ થાય જ છે અને વિદેશીઓ પણ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇને આનંદ માણે છે. ગરબાને હેરીટેજમાં સ્થાન મળે એ કાંઇ નાની સુની વાત નથી કેમ ખરૂં ને?
સુરત     – શ્રીમતી શીલા એસ. ભટ્ટ.  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભ્રષ્ટાચારમાં નાગરિક અને સરકારી તંત્ર બંને સામેલ છે
દેશમાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે. નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ભારોભાર અભાવ જોવા મળે છે. હમણાંની પેઢીને મફત, તરત ને સરસ જોઇએ છે. તરત કામ પૂર્ણ કરાવવા લાંચ આપે છે. સ્વાર્થી પ્રજાની બહુમતી વધી રહી છે. ધનવાનને વૈભવશાળી જીવનની અતૃપ્ત ઇચ્છા ભ્રષ્ટાચારને વધારે છે. કોઇએ સાદું જીવન જીવવું નથી. લોકો દેશ કરતાં કુટુંબને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. કર્તવ્યનો અભાવ મહત કર્મચારીઓમાં જોવા મળે છે. સ્વયંશિસ્તનો અભાવ જોવા મળે છે. વગર મહેનતે બધાને વધુ જોઇએ છે. વેપારમાં નફો કમાવાની વૃત્તિ વધી છે. ઠેર ઠેર કરચોરીઓ થાય છે. કોઇ પણ કામ વિટામીન (એમ) વગર થતું નથી. આ ભ્રષ્ટાચારના ભોરિંગથી તો હવે ભગવાન બચાવે.
બામણિયા        – મુકેશ બી. મહેતા .           -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top