Gujarat

ગાંધીનગર જિલ્લામાં શોર્ટિંગ અને ગ્રેડિંગના 3 યુનિટ ઊભા કરવા સહાય પેટે 1798780 ચુકવાયા

ગાંધીનગર: છેલ્લા બે નાણાંકીય વર્ષમાં ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં શાકભાજી (Vegitable) અને ફળોના (Fruits) શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં યુનિટ ઊભા કરવા સહાય પેટે રૂ. ૧૭,૯૮,૭૮૦ ચુકવવામાં આવ્યા છે. આ સહાયથી શોર્ટિંગ અને ગ્રેડિંગના ૩ યુનિટ ઊભા કરવામાં આવ્યા છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં વ્યક્તિગત લાભાર્થી જો સામાન્ય વિસ્તારમાંથી આવતો હોય તો તેને મહત્તમ ૬ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને જો તે આદિજાતિ વિસ્તારમાંથી આવતો હોય તો તેને રૂપિયા ૮.૨૫ લાખની મહત્તમ સહાયની ચૂકવણી કરવામાં આવે છે. આ ઉપરાંત એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠનો સામાન્ય વિસ્તારમાં આવેલી હોય તો મહત્તમ રૂ. ૯.૭૫ લાખ તથા આદિજાતિ વિસ્તારમાંથી આવતા હોય તો રૂ. ૧૧.૨૫ લાખની મહત્તમ સહાયની ચુકવણી કરવામાં આવે છે.

Most Popular

To Top