Sports

કનિકા-ઋચાએ RCBને પહેલી જીત અપાવી

મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) ટોપ ઓર્ડરના ખરાબ પ્રદર્શનને કારણે મૂશ્કેલીમાં મૂકાયેલી યુપી વોરિયર્સની ટીમને ગ્રેસ હેરિસની 32 બોલમાં 46 રનની ઇનિંગ અને દીપ્તિ શર્મા સાથેની તેની અર્ધ શતકીય ભાગીદારીને કારણે 19.3 ઓવરમાં 135 રન સુધી પહોંચાડીને મૂકેલા 136 રનના લક્ષ્યાંકને કનિકા આહુજા અને ઋચા ઘોષની 60 રનની આક્રમક ભાગીદારીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18મી ઓવરમાં જ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. ટૂર્નામેન્ટમાં આ આરસીબીની પ્રથમ જીત રહી હતી.

  • 31 રનમાં પાંચ વિકેટ ગુમાવનાર યુપી વોરિયર્સને 135 રન સુધી પહોંચાડવામાં ગ્રેસ હેરિસ અને દીપ્તિ શર્માની મહત્વની ભૂમિકા
  • આરસીબી 60 રનમાં 4 વિકેટ ગુમાવી ચુક્યું હતું ત્યારે કનિકા આહુજા અને ઋચા ઘોષે 60 રનની ભાગીદારી કરી ટીમને જીતાડી

લક્ષ્યાંક આબવા મેદાને પડેલી આરસીબીની ટીમ 60 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને બેકફૂટ પર હતી ત્યારે કનિકાએ એક અનુભવી બેટરની જેમ 30 બોલમાં 46 રનની ઇનિંગ રમીને આરસીબીની જીતની આશા જગાવી હતી અને ઋચા ઘોષે 31 રનની નોટઆઉટ ઇનિંગ રમીને ટીમને જીતાડી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાની છઠ્ઠી મેચ જીત્યું તેની પાછળ કનિકા આહુજા અને ઋચા ઘોષ વચ્ચે થયેલી 60 રનની મહત્વની ભાગીદારીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
ટોસ જીતીને આરસીબીએ પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધા પછી પ્રથમ બે ઓવરમાં જ યુપી વોરિયર્સે 5 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી અને તે પછી 8.1 ઓવરમાં તેમણે 31 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હેરિસ અને દીપ્તિએ મળીને 69 રનની ભાગીદારી કરીને ટીમને 100ના સ્કોરની પાર પહોંચાડી હતી. અને અંતે તેઓ 19.3 ઓવરમાં 135 રને ઓલઆઉટ થયા હતા.

Most Popular

To Top