Dakshin Gujarat

ભરૂચમાં નેશનલ હાઇવે 8 પર વધુ એક પુલ બનાવાશે, સૌરાષ્ટ્ર સુધી જતા કોસ્ટલ હાઈવેનો નકશો તૈયાર

ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting) મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કેબિનેટે લીધેલા નિર્ણયની માહિતી આપી હતી. કોરોના વિસ્ફોટ થતા CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેને પગલે તમામ મંત્રીઓ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

રાજ્ય સરકારે લગ્ન અને જાહેર સમારંભોમાં હવે વ્યક્તિની મર્યાદા 400થી ઘટાડીને 150 કરી દીધી છે. ત્યારે કોરોના સામે લડવા સરકાર વધુ સજ્જ થઈ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયા અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્યમાં કોસ્ટલ હાઈવે (Coastal Highway) બનાવવા, બ્રિજ બનાવવા બાબતે કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર મીડિયા સાથે વાત કરતા જિતુ વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રીએ કોરોના અંગે ચર્ચા કરી છે. રાજ્ય સરકાર કોરોના સામે લડવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી પગલાં ભરી રહી છે.

કેબિનેટની મિટીંગમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા જિતુ વાઘાણીએ જણાવ્યું કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવવામાં આવશે. રાજ્યમાં 1600 કિમીનો લાંબો દરિયા કિનારો આવેલો છે. તેને પ્રવાસન સ્થળની સાથે જોડતા એક કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. આ માટે 2440 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ભરૂચમાં નેશનલ હાઇવે 8 પર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે વધુ એક પુલ બનાવવામાં આવશે. ભરૂચના ઊભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. જે એક તરફ દરિયા કિનારો અને બીજી તરફ હાઈવેના સ્વરૂપમાં હશે. આ કોસ્ટલ હાઈવે 2440 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. 35 કિમીની નવી લિંક સાથેનો આ કોસ્ટલ હાઈવે બનશે. જે  બોરસદ, તારાપુર, વટામણ, ધોલેરા થઇને ભાવનગર રસ્તો જાય છે, તેમના સ્થાને ખંભાત, કાળા તળાવ અને આંબલી પાટીયા સુધીની લિંકને જોડતો નવો રસ્તો બનશે. ખંભાતના ધારાસભ્યો અને સૌરાષ્ટ્રના નેતાઓની રજૂઆત હતી. આખો રસ્તો બનશે એટલે હવે મુંબઈ અને સુરત જવા માટે 70-80 કિમીનું અંતર ઘટશે. કાળા તળાવ, આંબલી, ભાવનગર સીટી, ઘોઘા થઇને મહુવા સુધીની કોસ્ટલ મળશે, જે વર્ષોથી ભાવનગર સૌરાષ્ટ્રની માંગ હતી.

Most Popular

To Top