National

G-20ની જવાબદારી ભારત માટે જેટલી મહત્વપૂર્ણ તેટલી જ વધુ પડકારજનક બની

નવી દિલ્હી: પીએમ (PM) મોદીની અધ્યક્ષતામાં આ વર્ષે ભારત (India) G-20ની મેજબાની કરી રહ્યું છે. G-20 દેશનાં વિદેશી મંત્રીઓના સમ્મેલનમાં પીએમ મોદીની ઈચ્છા હતી કે મહાત્મા ગાંધી અને જયાં ભગવાન બૌધ જન્મયા હતા તે ઘરતી ઉપરથી તમામ દેશ શાંતિનો સંદેશ મેળવીને જાય. પરંતુ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે વિશ્વની મહાસત્તા ઘરાવતા દેશો વચ્ચે વિવાદ થયો છે. અમેરિકા, ફ્રાંસ, ઈંગલેન્ડ, જર્મની, કેનેડા તેમજ ઈટલી જેવા દેશોના સભ્યોએ તમામ મંત્રઓ જોડે જે ફોટોસેશન કરવામાં આવવાનો હતો તેમાં આવવાની ના પાડી દીધી છે.

જાણકારી મુજબ આવી ઘટના બીજીવાર ઘટી છે જેમાં દેશોએ ફોટોસેશન કરાવવાની ના પાડી દીધી હોય. આ પહેલા જાપાન અને દક્ષિણ કોરિયાના મંત્રીઓ દિલ્હી આવશે તેવી આશા હતી પરંતુ અંગત કારણોસર તેઓ પણ આવ્યા ન હતા. જાણકારી મુજબ જાપાન અને દક્ષિણ કોરિયાના વિદેશી મંત્રીઓ ન આવવા પાછળનું કારણ રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ માનવામાં આવી રહ્યું છે.

આ બેઠકમાં અમેરિકાના વિદેશી મંત્રીએ કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઈચ્છે તો યુક્રેન સાથેનું આ યુદ્ધ સમાપ્ત થઈ જાય પણ તેઓને આ વાતમાં કોઈ રુચિ નથી. તેમણે કહ્યું જી-20 તમામ દેશોના સદ્સ્યો સાથે મળીને તેઓ સાથે હળી મળીને કામ કરવા માટે બનાવવામાં આવી છે. વઘુમાં તેમણે કહ્યું કે અમારી રશિયાના મંત્રી લાવરોવ સાથે પણ વાત થઈ હતી જેમાં રશિયા દ્વારા શરૂ કરવામાં આવેલી ન્યૂ સ્ટાર્ટ સંધિને કેન્સલ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ તે અંગે પણ તેઓએ કોઈ રુચિ બતાવી ન હતી.

રશિયાના મંત્રીએ ભારતને માફી માગી
આ બેઠકમાં રશિયાએ ભારતને માફી પણ માગી હતી. રશિયાના મંત્રી લાવરોવે કહ્યું હતું કે આ બેઠકમાં પશ્ચિમી દેશોએ યુક્રેનના મુદ્દાને વધારે મહત્વ આપ્યું છે. આ બેઠકમાં ભારતની આશા G-20 સમ્મેલનમાં વિકાસના મુદ્દા પર વાત કરવાની હતી પણ પશ્ચિમના દેશોએ ભારતના આ એજંડાની મજાક બનાવી છે. લાવરોવે કહ્યું આ બાબત માટે હું ભારતને માફી માગું છું.

G20ની અધ્યક્ષતામાં ભારત પાસેથી વિશ્વને ઘણી અપેક્ષાઓ
જણાવી દઈએ કે G20ની અધ્યક્ષતામાં ભારત પાસેથી વિશ્વને ઘણી અપેક્ષાઓ છે. G20 થી યુક્રેન યુદ્ધ સુધી વિશ્વભરમાં ફેલાયેલા ખાદ્ય અને ઉર્જા સંકટના ઉકેલ પર પણ વિશ્વની નજર ટકેલી છે. આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોને આશા છે કે યુક્રેન યુદ્ધ પર ભારતની અધ્યક્ષતામાં G20માંથી કોઈ રસ્તો કાઢવામાં આવશે. આ અંગે સંયુક્ત નિવેદન બહાર પાડવા માટે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ હોવાના નાતે આ મામલે ભારતની જવાબદારી જેટલી મહત્વપૂર્ણ છે તેટલી જ તે વધુ પડકારજનક પણ છે. સમગ્ર વિશ્વ ભારતને જી-20નું માર્ગદર્શન આપવા માંગ કરી રહ્યું છે.

Most Popular

To Top