પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે ગુજરાતના ખેડૂતો ખાતરથી : કોગ્રેસ

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી જોવા મળી રહી છે. તો બીજી બાજુ છેલ્લા ત્રણ મહિનામાં ખાતરના ભાવમાં ૪૦ થી ૧૦૦ ટકા સુધીનો વધારો કરવામાં આવતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે, અને ખર્ચ બમણો થઇ ગયો છે. પરિણામે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે, ત્યારે ભાજપ સરકાર ખાતરના ભાવ કાબુમાં લે અને ખેડૂત અને ખેતી વિરોધી નીતિઓ પાછી ખેંચે તેવી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ માગણી કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, કિરીટ પટેલ અને હર્ષદ રિબડિયા દ્વારા ખાતર ના ભાવ વધારા અને તંગીના મુદ્દે જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે ગુજરાતના ખેડૂતોને ખાતરથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. ખાતરમાં ૪૦ થી ૧૦૦ ટકા, જંતુનાશક દવાઓ ૩૦ થી ૪૦ ટકા અને ટ્રેક્ટરથી ખેડવાનો ભાવ વીઘા દીઠ બમણો થઈ ગયો છે ત્યારે ખેડૂતો અને ખેતી મોટા પાયે મુશ્કેલીમાં મુકાયા છે.

છેલ્લા ત્રણ માસમાં ખાતરોના ભાવ આસમાને આંબી ગયા છે, જેમાં છેલ્લા ૨ માસ કરતા વધુ સમયથી ડી.એ.પી. ની આવક સાવ બંધ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી, જ્યારે અન્ય ખાતરો જેમાં એન.પી.કે. ખાતર ૧૨-૩૨-૧૬ જૂનો ભાવ ૧૧૮૫ હતો, જ્યારે નવો ભાવ ૧૪૫૦ થઈ ગયો છે, નર્મદા ફોર્સ 20-20 જૂનો ભાવ ૯૫૦ હતો, જ્યારે નવો ભાવ ૧૧૫૦ થયો છે, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ જેનો જૂનો ભાવ ૯૭૫ હતો, જ્યારે નવો ભાવ ૧૨૨૫ થયો છે. નાઈટ્રોજન બેજ ખાતરોના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે, જેમાં એમોનિયમ સલ્ફેટ જૂનો ભાવ ૬૫૬ હતો, જ્યારે નવો ભાવ ૧૦૦૦ ને પાર પહોંચી ગયો છેડી.એ.પી. યુરિયા મળતુ નથી, રવી સીઝનમાં મોટા પાયે ખેડૂતો ખાતર વગર પરેશાન થઈ રહ્યાં છે.

Most Popular

To Top