ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ યુગલનો ખિતાબ નિક કિરગીઓસ અને થાનનાસીકોક્કીનાકીસે જીત્યો

સ્પેશિય કે તરીકે ઓળખાતા નિક કિરગીઓસ અને થાનનાસી કોક્કીનાકીસે શનિવારે ઓસ્ટ્રેલિયન ઓપનનું પુરુષ ડબલ્સ ટાઈટલ જીત્યું હતું, તેમણે પોતાના ઓસ્ટ્રેલયાના સાથી મેટ્ટ એબ્ડેન અને મેક્સ પુરસેલની જોડીને મેલબોર્નમાં 7-5, 6-4થી હરાવી હતી.આ યુગલે પ્રથમ વખત ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે અને તેઓ પ્રથમ વાઈલ્ડ કાર્ડ ટીમ બન્યા છે જેણે વ્યવસાયિક યુગમાં ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ ડબલ્સ ટાઈટલ જીત્યું છે.

1997માં વુડીઝ તરીકે જાણીતા માર્ક વુડફોર્ટ અને ટોડ વુજબ્રિજ દ્વારા આ ખિતાબ જીત્યા બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પુરુષ યુગલે આ ટાઈટલ જીત્યું છે.
કોક્કીનાકીસના બેકહેન્ડ શોટે મેચમાં પ્રથમ સેટ યુગલના નામે કર્યો હતો જ્યારે તેમના પ્રશંસકોએ ક્રિસ્ટીઆનો રોનાલ્ડો દ્વારા ગોલ કરવા પર કરાતી ઉજવણીની નકલ કરી તેમને ચીયર કર્યા હતાં. કિરગીઓસે કહ્યું હતું ‘મને નથી ખબર અણે કેવી રીતે આ કરી રહ્યા છીએ.’

Most Popular

To Top