રાજ્યમાં કોરોનાથી વધુ ૩૩નાં મોત, નવા 11974 કેસ

રાજ્યમાં કોરોનાની પકડ ઢીલી પડી રહી હોય તેમ નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુઆંકમાં વધારો થયો છે. આજે ત્રીજી લહેરના સૌથી વધુ 33 દર્દીનાં મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 7 મૃત્યું નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,974 કેસ નોંધાયા છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, અને એક લાખની અંદર આવી ગયા છે. આજે 98021 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 285 દર્દી વેન્ટિલેટર ઉપર છે. જ્યારે 97736 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. કોરોનાની ગતિ નબળી પડવા સાથે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે 21655 દર્દીઓ સાજા થયા છે. આમ સાજા થવાનો રિકવરી રેટ 90.53 ટકા જેટલો છે.

રાજ્યમાં આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 3990, વડોદરા શહેરમાં 1816, રાજકોટ શહેરમાં 716, સુરત શહેરમાં 511, વડોદરા ગ્રામ્યમાં 441, સુરત ગ્રામ્યમાં 368, ગાંધીનગર શહેરમાં 326, મહેસાણામાં 313, પાટણમાં 280, રાજકોટ ગ્રામ્યમાં 266, કચ્છમાં 263, જામનગર શહેરમાં 214, ભરૂચમાં 207, ભાવનગર શહેરમાં 203, બનાસકાંઠામાં 191, ગાંધીનગર ગ્રામ્યમાં 161, આણંદમાં 151, વલસાડમાં 151, ખેડામાં 140, મોરબીમાં 121, સાબરકાંઠામાં 121, નવસારીમાં 116, સુરેન્દ્રનગરમાં 91, જામનગર ગ્રામ્ય 88, અમદાવાદ ગ્રામ્યમાં 76, પંચમહાલમાં 75, તાપીમાં 53, મહીસાગરમાં 40, દાહોદમાં 39, જુનાગઢ ગ્રામ્યમાં 39, જૂનાગઢ શહેરમાં 33, અમરેલીમાં 31, ગીર સોમનાથમાં 31, ભાવનગર ગ્રામ્ય 27, નર્મદામાં 24, દેવભૂમિ દ્વારકામાં 22, છોટાઉદેપુરમાં 16, અરવલ્લીમાં 15, ડાંગમાં 12, બોટાદમાં 10 અને પોરબંદરમાં 6 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા 33 મૃત્યુંમાં અમદાવાદ શહેરમાં 7, વડોદરા શહેરમાં 3, રાજકોટ શહેરમાં 3, સુરત શહેરમાં 2, સુરત ગ્રામ્યમાં 3, રાજકોટ ગ્રામ્યમાં 2, ભાવનગર શહેરમા4, આણંદમાં 2, વલસાડમાં 2, ખેડામાં 1, જામનગર ગ્રામ્યમાં 1, અમદાવાદ ગ્રામ્યમાં 1, ભાવનગર ગ્રામ્યમાં 1, બોટાદમાં 1 નો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10408 લોકોનું મૃત્યું થયા છે.


રાજ્યમાં વધુ 2.13 લાખ લોકોનું રસીકરણ

રાજયમાં આજે દિવસ દરમ્યાન 2.13 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયુ છે. જેમાં 66829 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના 5892 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 17992 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 26531 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 54442 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 41349 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,75,98,722 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top