Vadodara

રેલવે ઓવરબ્રિજની છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલતી કામગીરીને પગલે વાહનચાલકોને પાટા ઓળંગીનું જવું પડે છે

બાજવાગામ માંથી પસાર થતો રેલ્વે ઓવરબ્રીજ છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ કામગીરી ચાલે છે. 18 મહિનામાં આ બ્રિજ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટરનો કરાર છે. પણ તંત્રના અણઘડ વહીવટના કારણે હાલ કામગીરી બંધ છે. અને તેના બાજવા ગામમાં આવવા માટે જ્યારે ફાટક બંધ છે. ત્યારે લોકો ગામમાં રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરે છે. લોકો પોતાની સાયકલો ઉચકીને રેલ્વે ટ્રેક પસાર કરે છે અને પગપાળા પણ ગામના લોકો રેલ્વે ટ્રેક પસાર કરે છે. ઘણીવાર રેલ્વે દંડ પણ ફટકારે છે. પણ સૌથી વધુ બાજવા ગામવાળા રાજુભાઇ ઠાકોરની માંગણી છે કે કાયમી ધોરણે આ ઉકેલ લાવવો હોય તો જલદી અધુરો બ્રિજ ની કામગીરી પુરી કરવામાં આવે અને સરકાર અને તંત્ર (આર.એમ.ડી.) િવભાગ સામે રોષ વ્યક્ત કરી સુત્રચ્ચાર કર્યા હતા.

Most Popular

To Top