SURAT

શારજાહ-સુરત ફ્લાઈટમાં લગેજ ટ્રોલીની નીચેના લોખંડના ભાગમાં સંતાડેલાં સોનાનાં બિસ્કીટ પકડાયાં

સુરત: શારજાહ-સુરત ફ્લાઈટમાં (Sharjah-Surat flight) સ્મગલિંગથી (Smuggling) લાવવામાં આવેલા 32 લાખના સોનાના બિસ્કિટ (Gold biscuits) સાથે બે આરોપીઓને સુરત ડીઆરઆઈએ (Surat DRI) પકડી પાડ્યા હતાં. સુરત એરપોર્ટની લગેજ ટ્રોલીની નીચેના લોખંડના ભાગમાં લોખંડના ચોસલા જેવા લોહ ચુંબકના કવરમાં સોનાના 10 ગ્રામના બિસ્કિટ પ્રવેશી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • શારજાહ-સુરત ફ્લાઈટમાં સ્મગલિંગથી લવાયેલાં 32 લાખનાં સોનાનાં બિસ્કિટ સાથે બે પકડાયા
  • સુરત એરપોર્ટ પર બે મુસાફરોની બેગમાંથી કશું નહીં મળ્યું
  • મુસાફરોની લગેજની ટ્રોલી સખતાઈથી પકડવાની સ્ટાઈલ જોઈ શંકા ગઈ
  • એરપોર્ટની ટ્રોલી ટર્મિનલ બિલ્ડીંગ બહાર સુધી લઇ જવાતી હોવાથી આ તરકીબ અજમાવવામાં આવી
  • બાતમી મળી હતી કે શારજાહથી સુરત આવી રહેલી ફ્લાઇટમાં દાણચોરીના સોના સાથે બે ઈસમો સુરત આવી રહ્યા છે
  • લગેજની ટ્રોલી સખ્તાઈથી પકડવાની સ્ટાઇલ જોઈ લગેજની ટ્રોલીની તપાસ કરવામાં આવતાં ટ્રોલી નીચે સંતાડવામાં આવેલુ સોનુ મળી આવ્યું


ડીઆરઆઈએ બાતમીના આધારે બુધવારે સુરત એરપોર્ટ પહોંચી 10 તોલાના સોનાના 4 બિસ્કિટ અને 4 વ્હાઇટ ગોલ્ડના કુલ 600 ગ્રામના બિસ્કિટ પકડી પાડ્યા હતાં. 32 લાખની કિંમતના સોનાની આ ખેપ સાથે દક્ષિણ ગુજરાતના વતની બે ઈસમો ઈસ્માઈલ અને આદિલને પકડી લેવામાં આવ્યાં હતાં. બંને વ્યક્તિઓ પાસેથી 20 -20 લાખથી ઓછું સોનુ પકડાયું હોવાથી ડીઆરઆઈએ નિયમ મુજબ બંનેના નિવેદન નોંધી સોનું જપ્ત કર્યું હતું. બંને જણ સોનુ એરપોર્ટની ટ્રોલી નીચે લોખંડના લોહ ચુંબકના ખોખામાં મૂકી ટ્રોલી નીચે ચોંટાડી દેવામાં આવ્યું હતું. કેટલુંક સોનુ પેન્ટની ઝીપના ભાગે સંતાડવામાં આવ્યું હતું. એરપોર્ટની ટ્રોલી ટર્મિનલ બિલ્ડીંગ બહાર સુધી લઇ જવાતી હોવાથી આ તરકીબ અજમાવવામાં આવી હતી. ડીઆરઆઇના સુત્રોના જણાવ્યાં મુજબ અધિકારીઓને બાતમી મળી હતી કે શારજાહથી સુરત આવી રહેલી ફ્લાઇટમાં દાણચોરીના સોના સાથે બે ઈસમો સુરત આવી રહ્યા છે. એને આધારે એરપોર્ટ પર વૉચ ગોઠવી ઇસ્માઇલ અને આદિલ નામના પેસેન્જરોની બેગ તપાસવામાં કશું મળ્યું ન હતું. આરોપીઓની લગેજની ટ્રોલી સખ્તાઈથી પકડવાની સ્ટાઇલ જોઈ લગેજની ટ્રોલીની તપાસ કરવામાં આવતાં ટ્રોલી નીચે સંતાડવામાં આવેલુ સોનુ મળી આવ્યું હતું.બંને સુરતની કોઇ પાર્ટીને સોનાની ડિલિવરીઆપવાના હતાં એ પહેલાં પકડાઈ ગયા હતાં.

Most Popular

To Top