Dakshin Gujarat

સિયાલજ નજીક હાઈવે પર એકસાથે પાંચ વાહન અથડાતાં ટ્રાફિકજામ

હથોડા: સિયાલજ (Siyalaj) નજીક હાઇવે (High Way) પર સાંજે ચાલુ વરસાદમાં (Rain) એકની પાછળ એક પાંચ વાહન અથડાતાં વાહનોમાં નુકસાન થવા સાથે નેશનલ હાઈવે પર ટ્રાફિક (Traffic) જામની સમસ્યા ઊભી થઈ હતી. ધડાકા સાથે વાહનો અથડાવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. શુક્રવારે સાંજના સમયે સિયાલજ પાટિયા પાસે નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલ એક કારચાલકે બ્રેક મારતાં તેની પાછળ આવનારાં પાંચ વાહનો એક સાથે અથડાઈ ગયાં હતાં. જેના કારણે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર કોસંબા પાસે ટ્રાફિક સમસ્યા ઊભી થતાં વરસતા વરસાદમાં વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા હતા. પાલોદ પોલીસે અકસ્માત પામેલાં વાહનોને ખસેડાવી મોડી સાંજે ટ્રાફિક ખુલ્લો કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.

ચોમાસું શરૂ થતાં હાઇવે બિસમાર, ૧૫ કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળી
ભરૂચ: ચોમાસાની સિઝન શરૂ થતાં અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ફરી બિસમાર બનતાની સાથે જ વાહનોની ૧૫ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી પોતાના વાહનો લઈને ચક્કાજામમાં ફસાયા છે. દરેક ચોમાસામાં આ પ્રમાણેની સ્થિતિ ઉદભવતી હોય છે. તેવામાં લોકો માંગણી કરી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી ટ્રાફિક મામલે યોગ્ય પગલા ભરવા માટે ધ્યાન આપવું જોઈએ.

  • અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ફરી બિસમાર બનતાની સાથે જ વાહનોની ૧૫ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી
  • કલાકો સુધી લોકો ચક્કાજામમાં ફસાયા
  • હાઇવે ઓથોરિટી યોગ્ય રીતે કામગીરી કરાવે એ અત્યંત જરૂરી

ભરૂચ જિલ્લાના અત્યંત વ્યસ્ત માર્ગોનું દર ચોમાસાની સિઝનમાં ધોવાણ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે ચોમાસું શરૂ થતા જ માર્ગોનું ધોવાણ થઇ રહ્યું છે. જેના પગલે માર્ગનો બિસ્માર બનતા જ વાહન ચાલકો હેરાન-પરેશાન બનાવ્યા છે. અંકલેશ્વર-ભરૂચ અને અંકલેશ્વરથી ખરોડ ચોકડી સુધી નેશનલ હાઇવે બિસમાર બન્યો છે. જેને પગલે દિનપ્રતિદિન વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મુલદ ટોલ પ્લાઝાથી ખરોડ ચોકડી સુધી ૧૫ કિલોમીટર સુધી વાહનોનાં પૈંડાં થંભી જતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર હાઈવેની મરામત છતાં ચોમાસાની સિઝનમાં જ હાઇવે બિસમાર બનતાં કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. ત્યારે હાઇવે ઓથોરિટી યોગ્ય રીતે કામગીરી કરાવે તે અત્યંત જરૂરી છે.

Most Popular

To Top