Entertainment

બોયકોટ બ્રહ્માસ્ત્ર ટ્રેન્ડ વચ્ચે ‘વી લવ આલીયા ભટ્ટ’ ટ્રેન્ડ શરૂ થયો, જાણો ચાહકોએ શું કહ્યું

મુંબઈ: આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર બોલિવૂડ (Bollywood) ફિલ્મોનો (Film) બહિષ્કાર (Bycott) કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા લોકોએ રક્ષાબંધન અને લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કર્યો હતો. બોલિવુડના અભિનેતાઓના અગાઉના આપેલા નીવેદનને કારણે ફિલ્મોને બાયકોટ કરવાની માગ કરવામાં આવે છે. હવે આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. પણ આલિયાના ચાહકો ક્યાં ઓછા છે એક તરફ બાયકોટ બ્રહ્માસ્ત્ર ચાલી રહ્યું હતું. તો બીજી તરફ, ચાહકોએ ‘વી લવ આલિયા ભટ્ટ’ ટ્રેન્ડ શરૂ કર્યો છે.

આ દિવસોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, આલિયાને નેપોટિઝમ અને ટ્રોલિંગ જેવી ઘણી બાબતો પર સવાલ કરવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દાઓ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું, ‘જો તમે મને પસંદ નથી કરતા તો મારી તરફ ન જુઓ’. લોકોએ આલિયા ભટ્ટની આ ટિપ્પણીને હૃદય પર લીધી અને બૉયકોટ બ્રહ્માસ્ત્રનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર બોયકોટ બ્રહ્માસ્ત્રના ટ્રેન્ડને જોઈને આલિયાના ચાહકોએ તેના સમર્થનમાં ‘વી લવ આલિયા ભટ્ટ’ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આલિયા ભટ્ટની એક્ટિંગના વખાણ કરતા જોવા મળે છે. આલિયા માટે ચાહકોનો આ પ્રેમ જોઈને એવું લાગે છે કે અભિનેત્રી માટે કોઈ કંઈ પણ કહે પણ તેના ચાહકો હંમેશા તેની સાથે જ રહેશે.

‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે કહ્યું હતું કે જો તમે મને પસંદ નથી કરતા તો મારી તરફ ન જુઓ. આ કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર બોયકોટ ‘બ્રહ્માસ્ત્ર’ ટ્રેન્ડ થવા લાગ્યું. તે જ સમયે, આલિયાના ચાહકો તેના સમર્થનમાં બહાર આવ્યા છે અને વી લવ આલિયા ભટ્ટ ટ્રેન્ડ કરી રહી છે. જણાવી દઈએ કે ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

Most Popular

To Top