Charchapatra

પરીક્ષા શાળેય અને જીવનની

ફરી પાછી પરીક્ષાની મોસમ પૂરબહારમાં ખીલી છે અને ખૂબ જ નાના ભૂલકાઓ રીક્ષામાં બેસીને પરીક્ષા આપવા જતા હોય છે. શાળાની પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓના પેપર સરખા હોય છે. જયારે જીવનની પરીક્ષામાં બધાના પેપર જુદા હોય છે અને ઘણીવાર તો જે તે પરિસ્થિતિને ટેકલ કરીએ ત્યાન તો પેપર કે પરિસ્થિતિ બદલાઇ જતા હોય છે. જીવનની પરીક્ષામાં ડગલે ને પગલે પડકારો આવતા હોય છે અને ઘણાંને તો અગ્નિ પરીક્ષા ય આપવી પડતી હોય છે. જીવનની પરીક્ષામાં શારીરિક મજબૂતીની સાથે મજબૂત મનોબળ હોવું ખૂબ જરૂરી. કેમકે જે પડે છે એને દુનિયામાં જગ્યા નથી મળતી અને લોકો ઉગતા સૂર્યને પૂજે છે એ નિર્વિવાદ છે.
સુરત               – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top