Madhya Gujarat

કણજરીમાં બે ડબ્બા સાથે અેન્જિન છુટી પડ્યું

નડિયાદ: નડિયાદથી આણંદ તરફ જઈ રહેલી ટ્રેનને કણજરી સ્ટેશન પર જ એન્જિન છુટુ પડી આગળ નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. અમદાવાદથી વડોદરા તરફ જતી અમદાવાદ-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન નડિયાદ વટાવી આણંદ તરફ જતી હતી, તે વખતે કણજરી બોરીઆવી રેલવે સ્ટેશન નજીક ધીમી પડતા બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચેનું જોઈન્ટ તૂટી જતા માત્ર બે ડબ્બા જ આણંદ તરફ આગળ વધ્યા હતા. જ્યારે બાકીના ડબ્બા રેલવે સ્ટેશન પર રહી ગયા હતા. જેના કારણે અન્ય ટ્રેન વ્યવહારને પણ અસર પડી છે. સદનસીબે ગાડી ધીમી હોય ગાડી પાટા પરથી ઉતરી ન જતા મોટી જાનાની અટકી હતી.

અમદાવાદ – વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન વડોદરા તરફ જવા માટે મંગળવારના રોજ રવાના થઈ હતી. બપોર બાદ નડિયાદ વટાવી લગભગ પોણા ત્રણ વાગ્યે કણજરી રેલવે સ્ટેશનને આવતા ટ્રેન ધીમી પડી હતી. તે વખતે બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચેના જોઈન્ટ કોઈ કારણસર તૂટી જતા માત્ર બે ડબ્બા એન્જિન લઈને આગળ વધ્યું હતું. જ્યારે અન્ય તમામ ડબ્બા કણજરી રેલવે સ્ટેશન પર અટકી ગયા હતા. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા તો વળી કલાકો સુધી મુસાફરોને રઝટપાટ થયો હતો.

આ ઘટનાની જાણ રેલ્વે અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને મુખ્ય ટ્રેક પર આ ટ્રેનના ડબ્બા અટકી ગયા હોય વડોદરા તરફ જતી અન્ય ટ્રેનો રોકી દેવામાં આવી હતી. જેના કારણે અન્ય ટ્રેનના મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તેમના તમામ મુસાફરો સલામત છે નડિયાદથી અન્ય એન્જિન બોલાવીને ઇન્ટરસિટીને આગળ મોકલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે મુસાફરોને અમદાવાદથી ઉપડેલી સંકલ્પ સુપર ફાસ્ટ ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહતી. પરંતુ રેલવે વિભાગે ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસના પણ ધમધમાટ શરૂ થયાં છે. જોઇન્ટ ક્યા કારણસર તૂટ્યું ? તે અંગે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતાં.

Most Popular

To Top