Dakshin Gujarat

‘ડોન કા ઇન્તજાર તો ગ્યારા મુલ્કોં કી પુલીસ કર રહી હૈ’ પોલીસને પડકારતા આરોપીને આ રીતે દબોચ્યો

ભરૂચ: (Bharuch) ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર ટ્રિપલ મર્ડરના વોન્ડેટ (Wanted) આરોપીને અમરેલી તેના ઘરે પહોંચીને દબોચી લીધો હતો. વોન્ટેડ આરોપી ટ્રિપલ મર્ડર (Murder) અને લૂંટના (Loot) પ્રકરણમાં સબ જેલમાંથી ફરાર થઇ ગયો હતો. જો કે વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો.

  • ‘ડોન કા ઇન્તજાર તો ગ્યારા મુલ્કોં કી પુલીસ કર રહી હૈ’ કહી પોલીસને પડકારતો આરોપી ઝડપાયો
  • અંકલેશ્વરના ઉટિયાદરામાં ટ્રિપલ હત્યા પ્રકરણમાં, લૂંટમાં વચગાળાના જામીન બાદ ફરાર થઈ ગયો હતો, ૩૬૨ દિવસે પકડાયો
  • પોલીસને ચેલેન્જ આપતો વિડીયો બનાવતાં પોલીસે ઘરમાંથી જ ઉઠાવ્યો

તા.૧૮ સપ્ટેમ્બર-૨૦૧૯ના રોજ અંકલેશ્વરના ઉટિયાદરા ગામે 3-3 વ્યક્તિની હત્યા કરી લૂંટના પ્રકરણમાં આરોપી નીતેશ ઉર્ફે કાળિયો સોલંકી તા.૫ ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ લૂંટના ગુનામાં વચગાળાના જામીન પર મુક્ત થયો હતો. અને તા.૭ ફેબ્રુઆરીના રોજ પુનઃ સબજેલમાં હાજર થવાનું હતું. પરંતુ હાજર ન થતાં ફરાર થઇ ગયો હતો.

વોન્ટેડ આરોપી નીતેશ પોલીસને વિડીયો ક્લીપ બનાવીને એવી ચેલેન્જ આપતા પડકારજનક બની ગયો હતો કે, ‘ડોન કા ઇન્તજાર તો ગ્યારા મુલ્કોં કી પુલીસ કર રહી હૈ, ઔકાત નહીં હૈ જીનકી મુઝસે હાથ મિલાને કી બાત કરતે હૈ, મુજે ઘર સે ઉઠાને કી” આવા બેહુદા ફિલ્મી ડાયલોગ મારતો હત્યારો આરોપી નીતેશ સોલંકી (હાલ રહે., દામનગર, તા.લાઠી, જિ.અમરેલી, મૂળ રહે., દરેડ, તા.વલ્લભીપુર, જિ.બોટાદ)ને આખરે ભરૂચ પોલીસે હાલમાં ચાલાકી અપનાવી હતી. ભરૂચ પેરોલ ર્ફ્લો સ્ક્વોડની ટીમે વ્યૂહાત્મક રીતે હાલમાં અમરેલી જિલ્લામાંથી તેના ઘરેથી દબોચી લઈ ભરૂચ સબજેલમાં ધકેલી દીધો હતો.

લખીગામની બિરલા કોપર કંપનીની ટાઉનશીપમાં બંધ મકાનમાં રૂ.૧.૮૭ લાખની ચોરી
ભરૂચ: દહેજના લખીગામ સ્થિત બિરલા કોપર કંપનીની ટાઉનશીપમાં ટેક્નિશિયનના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂ.૧,૨૫,૦૦૦ અને સોનાનાં ઘરેણાં મળી કુલ રૂ.૧,૮૭,૬૧૭ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મૂળ શુકલતીર્થના અને હાલ દહેજના લખીગામ સ્થિત બિરલા કોપર કંપનીની ટાઉનશીપમાં આવેલા મકાન નં.ઈ-૧/૨માં રહેતા રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ રાજ ગત તા.૨ ફેબ્રુઆરીના રોજ મેડિકલ કામ અર્થે ભરૂચ આવ્યા હતા અને તેમની પત્ની અને પુત્રી મકાનને તાળું મારી ત્રણેય ભરૂચથી વતન શુકલતીર્થ ખાતે બાબરીના પ્રસંગે જવા નીકળ્યા હતા. એ વેળા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રહેલા સોનાનાં ઘરેણાંમાં ચાર નંગ વીંટી, બે નંગ પેન્ડલ, એક જોડ બુટ્ટી મળી કુલ ૧૩.૮૦ ગ્રામ સોનાની કિંમત રૂ.૬૨,૬૧૭ અને રોકડા રૂ.૧,૨૫,૦૦૦ મળી કુલ રૂ.૧,૮૭,૬૧૭ની મત્તાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પરિવાર પ્રસંગ પૂર્ણ કરી રવિવારે ઘરે આવતાં તેમના મકાનનું તાળું તૂટેલું હોવાનું માલૂમ પડ્યું અને ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ ચોરી અંગે દહેજ મરિન પોલીસે ગુનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top