SURAT

વેકેશનમાં ગોપીતળાવ, એક્વેરીયમ, ઝુ હાઉસફુલ: 2 લાખ લોકોએ મુલાકાત લીધી

સુરત: સુરતીઓ હરવા ફરવાના શોખીન છે. અને તેમાં પણ દિવાળીના (Diwali) વેકેશનમાં (Vacation) સુરતીઓ ખાસ ફરવા નીકળતા હોય છે. સુરત મનપા (SMC) દ્વારા સુરતીઓને હરવા ફરવાના સ્થળો મળી રહે તે માટે વિવિધ પ્રકલ્પો સાકાર કર્યા છે. મનપા સંચાલિત એક્વેરિયમ, ગોપીતળાવ, (Gopi Talav) સરથાણા ઝુ મા ખુબ જ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવી રહ્યા છે. દિવાળી વેકેશન પડતા જ 9 દિવસમાં 2 લાખ લોકોએ આ સ્થળોની મુલાકાત લઈ લીધી છે. જેમાં સૌથી વધુ સરથાણા ઝુ માં એક લાખ મુલાકાતીઓ આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.દિવાળી વેકેશનમાં ખાસ કરીને બાગ-બગીચા, મનોરંજનના સ્થળો અને વિવિધ પ્રક્લપો પણ માનવ મહેરામણ ઉમટી પડે છે.

મનપાને 13.28 લાખની આવક થઈ
દિવાળી વેકેશન દરમિયાન મનપાએ ખાસ સરથાણા ઝુ બંધ દિવસોમાં પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે તેમજ સાંજે 1 કલાકનો સમય પણ વધારી દીધો છે જેથી લોકો પણ આરામથી ફરી શકે.21 ઓક્ટોબર થી 29 ઓક્ટોબર સુધીમાં સુરત મનપાના નેચર પાર્કમાં 1,00,454 લોકો મુલાકાતીઓ આવ્યા હતા જેમાં મનપાને રૂા. 28.51 લાખની આવક થઈ છે. એકવેરિયમમાં 21936 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેમાં મનપાને 17.59 લાખની આવક થઈ છે. જ્યારે ગોપી તળાવમાં 72943 લોકોએ મુલાકાત લીધી હતી. જેના થકી મનપાને 13.28 લાખની આવક થઈ છે. આમ 9 દિવસમાં મનપાને કુલ 59.38 લાખની આવક થવા પામી છે.

Most Popular

To Top