હમીદ અન્સારીએ સાચું કર્યું?

હમીદ અન્સારી એક ભૂતપૂર્વ રાજદ્વારી હોવા છતાં નસીબદાર હતા કે કોંગ્રેસ-યુપીએ શાસને ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે પસંદગી કરી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પછી હમીદ અન્સારી બીજો એવો કિસ્સો છે જે તે ઉપરાષ્ટ્ર પ્રમુખપદે બીજી વાર ચાલુ રહ્યા. તેઓ 2007 થી 2017 સુધી બે મુદત સુધી ઉપરાષ્ટ્રપ્રમુખ હતા. તેમની મુદત પૂરી થઇ ત્યારે અન્સારી રાષ્ટ્રપ્રમુખ બનવા માંગતા હતા પણ પ્રમુખ મુખરજીને પક્ષમાંથી ટેકો મળતાં તેઓ 2012 માં રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. સોનિયા ગાંધીએ આથી હમીદ અન્સારીને બીજી વાર ઉપરાષ્ટ્રપ્રમુખ બનાવ્યા અને આ મુદત 2017 માં પૂરી થઇ.

ઉપરાષ્ટ્રપતિપદે હમીદ અન્સારી આ છેલ્લાં ત્રણ વર્ષ મોદી સરકારમાં ગયા. નરેન્દ્ર મોદી 2014 માં જંગી જનાદેશથી 2014 માં ફરી સત્તા પર આવ્યા તે હમીદ અન્સારીને ગમ્યું ન હતું. હોદ્દાના છેલ્લાં ત્રણ વર્ષો હમીદ અન્સારીના મોદી સરકાર સાથે વહીવટી ઝપાઝપીમાં ગયા હતા. ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકેની નિવૃત્તિના થોડા સમય પહેલાં જ અન્સારીએ બેંગલુરુની નેશનલ લો સ્કૂલમાં 25 મા પદવીદાન સમારંભમાં સંબોધન કરતા ગોળગોળ શબ્દોમાં કહ્યું હતું કે ખાસ કરીને દલિતો, મુસલમાનો અને ખ્રિસ્તીઓ જેવા આપણા નાગરિકોમાં વધતી અસલામતીની ભાવનાના સંદર્ભમાં સંવાદિતા વધારવાની જરૂર છે.

બીજો વિવાદ રાજયસભા ટી.વી.ના અણલખ્યા મુલાકાતનો હતો જે કરણ થાપરે લીધી હતી અને તા. 9 ઓગસ્ટ 2017 ના રોજ પ્રસારિત થઇ હતી. તેમાં ઉપરાષ્ટ્રપ્રમુખના કાર્યનાં તમામ પાસાં આવરી લેવાયાં હતાં. તેમાં બિન ઉદાર રાષ્ટ્રવાદ અને ભારતીય સમાજમાં મુસલમાનોની અવધારણાની પણ વાત હતી. અન્સારીએ કહ્યું હતું કે મુસલમાનોમાં અજંપા અને અસુરક્ષાની ભાવના ઘર કરતી જાય છે. અન્સારીની આ ટકોરે ઘણાં લોકોને વ્યથિત કરી દીધાં હતાં કે અન્સારી કટ્ટરપંથી મુસ્લિમોની માનસિકતા છતી કરે છે જયારે ભારતે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા છે અને તે પણ બે વાર.

અન્સારીએ રાષ્ટ્રનો 73 મો પ્રજાસત્તાક દિન મનાવી રાખ્યો હતો ત્યારે એક મોટો વિવાદ સર્જી નાંખ્યો હતો. ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ ચાર અમેરિકી સાંસદો સાથે આયોજિત વર્ચ્યુઅલ પેનલ ફિકશનમાં તેમણે કહ્યું હતું કે તાજેતરનાં વર્ષોમાં આપણે મુલ્કી રાષ્ટ્રવાદના સુસ્થાપિત સિધ્ધાંતને વિવાદાસ્પદ બનાવીએ. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નાતે અને કાલ્પનિક રસમ શરૂ કરે તેવા વલણ જોવામાં આવ્યા એ ધાર્મિક બહુમતીના અંચળા હેઠળ ચૂંટણીમાં વિજયને તે રજૂ કરે છે. તે ધર્મના આધારે પોતાના નાગરિકોનું વિભાજન કરવા માંગે છે. અન્સારીના ટેકેદારો કહે છે કે તેમની બિનસાંપ્રદાયિકતા અને લઘુમતીઓમાં અસુરક્ષિતતા વિશેની ટકોર સુગ્રથિત લાગે છે.

પહેલો પ્રશ્ન એ છે કે વડાપ્રધાનથી પણ ઊંચા પદે બિરાજેલા અન્સારીએ વૈચારિક દૃષ્ટિકોણ ધરાવતી સંસ્થાના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવો જોઇએ? અન્સારીના બચાવમાં ડાબેરીઓ કહે છે કે અન્સારી સમાજના વિભાજનથી ચિંતિત છે. પણ તેઓ માને છે  કે લોકોનું ભ્રાતૃત્વ ભારતની સર્વગ્રાહી ભાવનાના રક્ષણ માટે આગળ આવશે જ. ખેડૂત વિરોધકર્તાઓ તેમજ નાગરિકતા સુધારા ધારા અને નેશનલ રજિસ્ટર સામેના વિરોધીઓની આગેવાની લેનાર મુસ્લિમ સ્ત્રીઓ તેમને ખાસ પ્રોત્સાહન આપે છે પણ દરેક જણ જાણે છે કે ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલને પાકિસ્તાન અને જેહાદી જૂથો સાથે સંબંધ છે.

પેનલ ચર્ચામાં ભાગ લેનાર ત્રણ અમેરિકી કોંગ્રેસીઓ જિમ મેકગવર્ન, એન્ડી લેવિના અને જેમી રાસ્કી. ભારતમાં કોઇ પણ સરકાર સત્તા પર હોય તેઓ ભારતવિરોધી અભિગમ લેવા માટે જાણીતા છે. આ ઉપરાંત ઇન્ડિયન મુસ્લિમ કાઉન્સિલ ઉપરાંત આ વર્ચ્યુઅલ ચર્ચા સભા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ (અમેરિકા), જિનોસાઇડ વોચ, હિંદુ ફોર હ્યુમન રાઇટસ જેવી 16 અમેરિકી જમણેરી સંસ્થાઓ પણ યોજાઇ હતી. આ જૂથો ભારત અને તેના સાર્વભૌમત્વને નિશાન બનાવવા માટે કુખ્યાત છે. ભારત સામે તેણે લોકશાહી રીતે કાયદેસર પસાર કરેલા કાયદાઓ સામે મોરચો માંડે છે. તેમ જ ભારત વિરોધી અને હિંદુઓના ડરમાંથી જન્મેલા લવારા કરે છે. અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા-સીમી જેવા પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન સાથે કહેવાતા સંપર્ક રાખે છે.

ઇસ્લામવાદી સંગઠને ઘણી વાર વાસ્તવિકતાને અવગણીને અલગ લઘુમતી અદાલતની માંગણી કરી છે અને ભારતના બિનસાંપ્રદાયિક ન્યાય તંત્રને હલકું ચીતરવાનો પ્રયાસ કર્યો છે. અન્સારી હજી મોદી સામેના ધિક્કારને પંપાળે છે? રાજયસભામાં અન્સારીના વિદાય સમારંભમાં મોદીએ અન્સારીની રાજદ્વારી સેવાઓની ભરપેટ પ્રશંસા કરી જયારે પોતાની આત્મકથા: બાય મેની એ હેપી એકસીડન્ટમાં મોદી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી ખટરાગ સર્જાવા માંડયા તેની વિગતો આપી છે અને મોદીએ જણાવ્યું છે કે એવા કેટલાય બનાવો છે, જેમાં મોદી મારી રાજયસભાની કચેરીમાં ટપકી પડતા અને મને કહેતા કે તમારી ઉચ્ચતર જવાબદારીઓની અપેક્ષા છે પણ તમે મને મદદ નથી કરતા. મોદીએ રાજય સભાની ટી.વી. કવરેજની પણ ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે તેના પર મારો કોઇ સંપાદકીય કાબૂ નથી.
 આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top