Dakshin Gujarat Main

જામીન મળ્યા છતાં ચૈતર વસાવા કેમ જેલમાંથી બહાર આવવા તૈયાર નથી?, પત્નીનું શું છે કનેક્શન?

ભરૂચ(Bharuch): 39 દિવસનો જેલવાસ (Jail) ભોગવ્યા બાદ આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાને (MLAChaitarVasava) આખરે સોમવારે જામીન (Bail) મળ્યા હતા. જે બાદ તેઓ જેલમાંથી બહાર આવશે તેવી ચર્ચાઓ હતી. જોકે મળેલી માહિતી અનુસાર જામીન મળવા છતાં ચૈતર વસાવા હાલ જેલમાંથી બહાર નહીં આવે.

વિગતો મુજબ, ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા (ShakuntalaVasava) હજુ પણ જેલમાં છે અને તેમના જામીનની સુનાવણી આગામી 24 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) થવાની છે. ધારાસભ્ય દ્વારા તેમની પત્ની માટે અનોખો પ્રેમ જોવા મળ્યો હતો. જેમાં ચૈતર વસાવાએ પત્નીને મોરલ સપોર્ટ આપી “એક દુજે કે લિયે” જેવી લાગણી દર્શાવી સજોડે જેલમાંથી બહાર આવશે. જેને લઈને જામીન મળવા છતાં હજુ પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે.

જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેશન્સ જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન સોમવારે મંજુર કર્યા હતા. એવામાં મંગળવારે ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થશે એમ લાગી રહ્યું હતું. ચૈતર વસાવા પર વન કર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા.

ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી કોર્ટે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવતા અન્ય વિસ્તારમાં જઈ શકે છે.

જમીન ખેડાણના મુદ્દે ચૈતર વસાવા અને વનવિભાગ વચ્ચે ગજગ્રાહ થયો હતો.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જંગલની અમુક જમીન પર મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરાયો હોવાનું ધ્યાને આવતા વનવિભાગના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. ત્યારે જમીન પર ખેડાણની બાબતમાં ધારસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો અને ધમકાવવાનો ગુનો નોંધાયો હતો. જે બાદ તેઓ તા-૧૪ ડિસેમ્બરથી જેલમાં છે. આ ગુનામાં આઠ આરોપીઓમાંથી પાંચને કોર્ટે જામીન આપી દીધા છે.

Most Popular

To Top