Columns

મેં નક્કી કર્યું છે

એક આંટી નામ રજની બહેન હંમેશા રહે હસતા અને હસાવતા …એવું નથી કે તેમના જીવનમાં તેઓ હંમેશા સુખ જ જોયું છે એટલે સદા હસતા રહે છે….જીવન એમનું પણ અઘરું રહ્યું છે પતિનો સાથ વહેલો છૂટી ગયો ..ત્રણ બાળકોની જવાબદારી ..યુવાન વિધવા પર સમાજના દબાણો અને લાંછનો.સાવ ગરીબ ન હતા, પતિનો નાનકડો બીઝનેસ હતો..રજની બહેન ભણેલા હતા ,પતિના ગયા પછી બીઝનેસ તેમણે સંભાળી લીધો , હિંમત રાખી આગળ વધતા રહ્યા.ત્રણ બાખોને સારી રીતે ઉછેર્યા.બસ એક સૌથી સુંદર ખૂબી તેમના હોઠો પર હાસ્ય અને ચહેરા પર મક્કમ હિંમત ક્યારેય ઓછી ન થઈ.

લોકો વાતો કરે કે પાછળથી નિંદા કરે તેઓ હસતા જ રહ્યા.એક દિવસ એક કાર્યક્રમમાં રજની બહેન પોતાની ટેવ મુજબ હસતા હસાવતા પોતાના બિઝનેસના શરૂઆતના દિવસોની ભૂલી વિષે વાત કરી રહ્યા હતા.એક બહેને ખોટી ચિંતા દેખાડતા કહ્યું, ‘વાહ રજની બહેન, સારું કહેવાય તમે બીઝનેસ શીખી ગયા. નહિ તો તમારું અને બાળકોનું શું થાત?? કોની પાસેથી શીખ્યા ??’તેમના આવું બોલવામાં કટાક્ષ હતો. રજનીબહેને હસીને વાત ન સાંભળી કરી અને પોતાની વાતો કરવા લાગ્યા. રજનીબહેનની નાની બહેને કહ્યું, ‘દીદી, પેલા બહેન શું કહેવા માંગતા હતા?? તને ગુસ્સો નથી આવતો લોકોની આવી વાતોથી કે તું હસીને આગળ વધી ગઈ.’

રજનીબહેન બોલ્યા, ‘બહેન મારી , મેં આમ લોકોની વાતો સાંભળીને તેમણી વાતોની પાછળ છુપાયેલા અર્થો સમજીને ગુસ્સે થવાનું …ચિંતા કરવાનું …કે ટેન્શન લેવાનું ક્યારનું છોડી દીધું છે.હું એવી કોઈપણ બાબત વિષે ચિંતા કરતી જ નથી જે મારા કંટ્રોલમાં ન હોય …જેને હું બદલી ન શકું. આ લોકોના વિચારો હું બદલી શકવાની નથી તેઓ શું વિચારે છે અને શું બોલે છે તે નક્કી નથી કરી શકતી કારણ કે જેને જે બોલવું હોય તે બોલે અને જેને જે વિચારવું હોય તે વિચારે… જે વસ્તુ મારા હાથમાં નથી તેનાથી મારે મારા મનને તેનાથી દુઃખી કરવાની કોઈ જરૂર નથી.

જીવનમાં સુખી થવાનો અને હંમેશા ખુશ રહેવાનો આ કીમિયો મેં અજમાવ્યો છે તું પણ અજમાવી જોજે.જે કોઇપણ વાત કે પરિસ્થિતિ કે સંજોગો આપણા હાથની બહાર હોય…જેની પર આપણો કોઈ અંકુશ ન હોય …જે આપણે બદલી શકવાના ન હોઈએ તેના વિષે ચિંતા કરવાનો કોઈ અર્થ રહેતો જ નથી આ કોટી ચિંતા તમારા મનને જ બગાડે છે તમને જ દુઃખી કરે છે…તેથી તેની પર ધ્યાન આપ્યા વિના ખુશ રહેવું જ સૌથી સારો રસ્તો છે.’રજની બહેન હસતા હસતા આગળ વધી ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top