National

પ્રયાગરાજમાંથી ટ્રેનિંગ લેનાર ગુડ્ડુ બમબાજની દિલ્હી પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હી: મૂળ પ્રયાગરાજમાં રહેનાર તેમજ ધણાં ગુનાઓમાં સંડોવાયેલા ગુડ્ડુ બમબાજની (Guddu Bambaj) ધરપકડ (Arrest) આજે દિલ્હી પોલીસે (Delhi Police) કરી હતી. જાણકારી મળી આવી છે કે આ આરોપી દેશી બોમ બનાવવા માટે ઓળખીતો હતો. તેમજ પોલીસની ધરપકડ પછી પૂછપરછમાં તેણે આ વાતને કબૂલી હતી. દિલ્હી પોલીસને ગુરુવારે એક મોટી સફળતા મળી છે. પોલીસને મૂળ પ્રયાગરાજનો આરોપી ગુડ્ડુ બમવાલાની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે આ આરોપી દેશી બોમ બનાવા માટે જાણીતો છે. તેનું મૂળ નામ સંતોષ કુમાર ઉર્ફ બાબાના રૂપમાં કરવામાં આવી છે.

જાણકારી મુજબ દિલ્હી પોલીસને 8 માર્ચના રોજ પૂર્વ દિલ્હીના સીબીડી ગ્રાઉન્ડ વિસ્તારમાંથી એક લાશ મળી આવી હતી. લાશના માથા ઉપર કશુક વાગ્યું હોય તેવા નિશાન હતા તેમજ ધટના સ્થળેથી ચપ્પુ તેમજ પત્થર જેવી વસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસે આ મામલે 14 માર્ચે નબી મોહમ્મદ નામના વ્યકિતની ધરપકડ પણ કરી હતી. ત્યાર બાદ આ કેસમાં વધારે ખુલાસો થયો હતો કે આ કેસમાં ગુડ્ડુ નામનો વ્યકિત પણ સામેલ છે. જો કે આ વ્યકિતનું નામ સંતોળ હતું પણ તેને લોકો ગુડ્ડુ બમબાજના નામે ઓળખતા હતા. જેની પોલીસે ગુરુવારના રોજ ધરપકડ કરી હતી.

યુપીના પ્રયાગરાજનો રહેવાસી ‘સંતોષ કુમાર’ ઉર્ફે ‘ગુડ્ડુ બોમબાજ’ ઉર્ફે ‘બાબા’ ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે જણાવ્યું કે ગુડ્ડુ બોમબાજે વર્ષ 2000માં આનંદ વિહારમાં એક વ્યક્તિને મારવા માટે બોમ્બ બનાવ્યો હતો અને તે જેલમાં પણ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે ભૂતકાળમાં અનેક હત્યાના કેસમાં સામેલ હતો અને ક્રૂડ બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો.

પોલીસ પૂછપરછમાં ગુડ્ડુએ જણાવ્યું કે તે પ્રયાગરાજમાં ‘મની પસી’ ગેંગનો સભ્ય હતો અને તે જ ગેંગમાં દેશી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે બાદમાં તે દિલ્હી આવ્યો અને રાગ પીકર તરીકે કામ કરવા લાગ્યો. પોલીસે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ગુનાહિત ઘટનાઓમાં તેની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top