કોરોના વેક્સિન ફ્રીમાં મળશે કે નહીં? દિલ્હી સરકારે કર્યો મોટો નિર્ણય

નવી દિલ્હી (New Delhi): કોરોના રસીકરણ (Corona Vaccine) 16 જાન્યુઆરીથી આખા દેશમાં શરૂ થવાનું છે. સરકારે જાહેર કરેલા આદેશ મુજબ 16 જાન્યુઆરીથી પહેલા તબક્કામાં 3 કરોડ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને કોરોના રસી અપાશે. કેન્દ્રએ આ 3 કરોડ લોકોના રસીકરણનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી. નોંધનીય છે કે આ રકમ PM કેર્સ ફંડમાંથી (PM Cares’ Fund) આવશે. અને આ 3 કરોડ લોકોમાં રાજનૈતિક પ્રતિનિધિઓનો સમાવેશ થતો નથી.

જણાવી દઇએ કે સરાકરે પૂણે સ્થિત SIIને કોવિશિલ્ડના 1.10 (Covi Shield) કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેનો એક ડોઝ સરાકરને GST સહિત 220/- રૂ.માં પડશે. આ સિવાય સરાકરે ભારત બાયોટેકને કોવેક્સિનનો (Covaxin) 55 લાખનો ઓર્ડર આપ્યો છે. જેનો એક ડોઝ સરકારને GST સહિત 309/- રૂ.માં પડશે. નોંધનીય છે કે ભારત બાયોટેક સરકારને 18 લાખ જેટલા ડોઝ મફત આપવાની છે.

કોરોના વેક્સિન ફ્રીમાં મળશે કે નહીં? દિલ્હી સરકારે કર્યો મોટો નિર્ણય

એવામાં સામાન્ય લોકોને કોરોનાની રસી મફતમાં મળશે કે કેમ? એ અંગેની શંકા, મૂંઝવણો પર સ્પષ્ટતા કરતા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) આજે જાહેરાત કરી છે કે, ‘હું દરેકને વિનંતી કરું છું કે કોવિડ રસી વિશે ખોટી માહિતી ન ફેલાવો. મેં કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે કોવિડ રસી બધાને વિના મૂલ્યે પૂરી પાડવી જોઈએ. જો કેન્દ્ર તે કરતું નથી અને જરૂર ઉભી થાય તો લોકોને આ રસી નિ:શુલ્ક આપવામાં આવશે.’.

કોરોના વેક્સિન ફ્રીમાં મળશે કે નહીં? દિલ્હી સરકારે કર્યો મોટો નિર્ણય

કેજરીવાલ ડો.હિતેશ ગુપ્તાના પરિવારની મુલાકાતે હતા, જેમણે કોવિડ -19 ફરજમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, “અમે કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવાની યોજના શરૂ કરી હતી અને તે અંતર્ગત હું દરેકના પરિવારને 1 કરોડની સહાય આપવા આવ્યો છું. તેમની પત્ની શિક્ષિત છે અને અમે તેમને દિલ્હી સરકારમાં ભરતી કરીશું.

જણાવી દઇએ કે સીરમ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે સરકારને કોવિશિલ્ડનો એક ડોઝ 200/-માં આપશે, જ્યારે પ્રાઇવેટ લેબ માટે આ ચાર્જ 1000/- હશે. કોરોનાના નામે ઘણા રાજકરણીઓએ પોતાની રોટલી શેકી છે. ભારતમાં બિહાર વિધાનસભની ચૂંટણી પહેલા જો NDA સત્તામાં આવે તો બધાને કોરોનાની રસી મફત મળશે એવું વચન આપવાવાળી BJPએ પહેલી પાર્ટી હતી.

કોરોના વેક્સિન ફ્રીમાં મળશે કે નહીં? દિલ્હી સરકારે કર્યો મોટો નિર્ણય

જણાવી દઇએ કે ભારતમાં કોવિશિલ્ડ અને કોવેકસિન સિવાય આઠ સંભવિત કોરોના રસીઓના પરીક્ષણો ચાલી રહ્યા છે. વિશ્વના બધા દેશોની નજર ભારતની રસીઓ પર છે. એવામાં ઘણું રાજકારણ થશે. અને ઘણા કાળા બજાર પણ ચાલશે. એ સિવાય WHO ના નિષ્ણાતોએ આખા વિશ્વને કહી જ રાખ્યુ છે કે યુવા વર્ગ સુધી કોરોના રસી પહોંચતા હજી એક વર્ષ જેટલો સમય નીકળી જશે. કારણ વિશ્વની દરેક રસીના ઉત્પાદકોએ કોરોના રસીનો વિશાળ જથ્થો બનાવવામાં અને તેના વિતરણમાં સમય લાગે એમ છે. રાજસ્થાન, દિલ્હી અને છત્તીસઢ રાજ્યોએ સરકારને મફત રસી આપવાની માંગ કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કેરળ, ઓડિશા, અસમ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોએ નક્કી કરી લીધુ છે કે આ રાજ્યો પોતે જ સામાન્ય લોકોને કોરોના રસી મફતમાં આપશે. 

Related Posts