National

ગ્રેટર નોઈડા વેસ્ટના ગૌર સિટી 14માં માળે આગ લાગી

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ગ્રેટર નોઈડામાં (Noida) 14 માળની ઈમારતમાં ભયાનક આગ (Fire) લાગવાની ધટના સામે આવી છે. ધટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તેઓ ધટના સ્થળે પહોંચ્યા છે. આગને કાબૂમાં લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આગ લાગતા જ અફરા તફરી મચી ગઈ હતી.

ગૌર સિટી ગ્રેટર નોઈડાના સેક્ટર-4માં આવેલું છે અને તેમાં ઘણી બહુમાળી ઈમારતો છે. ગ્રેટર નોઈડા ઓથોરિટીએ ખેડૂતોની જમીન સંપાદન કર્યા પછી રહેણાંક વિસ્તારો વિકસાવવા ખાનગી બિલ્ડરોને પ્લોટ ફાળવ્યા હતા. ગૌર શહેરનો વિસ્તાર ઘણો મોટો છે અને અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે. આ શહેર લગભગ સ્થાયી થઈ ગયું છે. આવી સ્થિતિમાં આગ લાગ્યા બાદ સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ ભાગદોડ મચાવી હતી.

હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. ત્યારે મોટા રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના ફાયર સેફ્ટી વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.

Most Popular

To Top