National

દિલ્હી: ગીતા કોલોની ફ્લાયઓવર પાસે યુવતીની લાશનાં ટુકડાઓ મળી આવતાં હડકંપ

દિલ્હી: દિલ્હીના (Delhi) ગીતા કોલોની ફ્લાયઓવર પાસે યુવતીની લાશ (Deadbody) મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ મૃતદેહ ઘણા ટુકડાઓમાં મળી આવ્યો છે. પોલીસે (Police) ઘટના સ્થળે પહોંચી કેસની તપાસ હાથ ધરી છે. પોલીસને બુધવારે સવારે લગભગ 9.15 વાગ્યે આ માહિતી મળી હતી.

પોલીસને આશંકા છે કે ફલાયઓવર નજીક જંગલમાંથી લાશના કેટલાક ભાગો મળી આવશે. આથી પોલીસ ચારેબાજુ સઘન તપાસ કરી રહી છે. આ રીતે ફ્લાયઓવર નજીકથી મૃતદેહ મળી આવતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. હાલ યુવતીના મૃતદેહની ઓળખ થઈ શકી નથી. તેમજ આ ઘટના પછી અનેકો સવાલ ઉભા થઈ રહ્યાં છે.

દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો
દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને પછી મૃતદેહના ટુકડા કરવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આમાં સૌથી વધુ શ્રદ્ધા હત્યા કેસ ચર્ચામાં હતો. લીવઈનમાં રહેનાર શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. શ્રદ્ધાના બોયફ્રેન્ડ આફતાબે ગયા વર્ષે 18 મેના રોજ દિલ્હીના મહેરૌલીમાં તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી મૃતદેહના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. અને તેને અલગ અલગ સ્થળે ફેંકવામાં આવ્યા હતા. જાણકારી મુજબ શ્રદ્ધાની હત્યા છ મહિના પહેલા કરવામાં આવી હતી જો કે તેનો ઘટસ્ફોટ તેના મૃતદેહના ટુકડાઓ પરથી પાછળથી થયો હતો. હત્યાકાંડ મામલેઆફતાબે પોતાના પર લાગેલા આરોપોને કબૂલ્યા પણ હતાં. 

સાહિલ ગેહલોતે લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી અન્ય છોકરી સાથે લગ્ન કરી નાંખ્યા હતા
આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો જેમાં સાહિલ ગેહલોતે તેની લિવ-ઈન પાર્ટનર નિક્કી યાદવની હત્યા કરી હતી. આરોપી સાહિલે નિકીની હત્યા કર્યાના લગભગ 12 કલાક પછી બીજી છોકરી સાથે લગ્ન કર્યા હતા અને બીજા દિવસે પરત ફરીને નિક્કીની લાશને ફ્રીજમાં રાખી દીધી હતી.

Most Popular

To Top