National

ભાજપે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા

નવી દિલ્હી: (New Delhi) ભાજપ મુખ્યાલયમાં પાર્ટીની સંસદીય બોર્ડની (Parliament Board) બેઠક બાદ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ (Vice President) પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આની જાહેરાત કરી હતી. બેઠકમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. આ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. અગાઉ અનેક નામો પર ચર્ચા થતી હતી પરંતુ હંમેશની જેમ આ વખતે પણ ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બાબતે આશ્ચર્ય સર્જ્યું છે.

બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ માટે એનડીએના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ મુખ્તાર અબ્બાસ નકવી, નજમા હેપતુલ્લા અને કેરળના રાજ્યપાલના નામ ચાલી રહ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નામ પણ આગળ ચાલી રહ્યું હતું પરંતુ ભાજપે બંગાળના રાજ્યપાલને ઉપરાષ્ટ્રપતિનો ચહેરો બનાવ્યો છે. સંસદીય બોર્ડની બેઠકમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ઘણા નામો પર વિચાર કર્યા બાદ નિર્ણય કરાયો હતો કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડ હશે.

Most Popular

To Top