Gujarat

ડેટા એન્ટ્રીનું કામ આપી કોન્ટ્રાક્ટ ભંગ થયો છે, તેવું બહાનું કાઢી છેતરપિંડી કરતી સુરતની ગેંગ ઝડપાઈ

ગુજરાત બહારના લોકોને ઈ-મેલ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી, ડેમો વર્ક મોકલીને કોન્ટ્રાક્ટ કરાવ્યા બાદમાં કોન્ટ્રાક્ટનો ભંગ થયો હોવાનું કહીને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી સુરતની ગેંગની ચાર મહિલાઓ સહિત છ આરોપીઓની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સાઇબર સેલના વડા અમિત ચાવડા ચાવડાએ જણાવ્યું હતું કે ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી કામ લેવા માટે કરેલા કોન્ટ્રાક્ટનો યેનકેન પ્રકારે બહાનું કાઢી તેનો ભંગ થયો છે, આથી તમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી પડશે.

જો કાયદેસર કાર્યવાહી ન કરવી હોય તો સેટલમેન્ટ કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી સુરતની ગેંગના આરોપી (1) નીલોફર મહમદઆરીફ મલેક ઉં.વ. 37, રહે, 501 શ્રીનાથજી કોમ્પલેક્ષ રામનગર ચાર રસ્તા, સુરત, (2) રીન્કુ ભગવાનભાઈ પંડિત ઉં.વ. 24 રહે ઈ-7 પ્રથમ રો- હાઉસ હનીપાર્ક રોડ, અડાજણ સુરત, (3) કુસુમ ભગવાનભાઈ પંડિત ઉં.વ. 21 રહે, ઈ-7 પ્રથમ રો હાઉસ હનીપાર્ક, રોડ અડાજણ સુરત, (4) નેન્સી અશોક જયસ્વાલ ઉં.વ. 20, રહે, 646 મહાદેવનગર પોલીસ કોલોની પાસે, પાંડેસરા, સુરત, (5) યસ મહેશભાઈ વિશ્વકર્મા ઉં.વ. 22 રહે, એ-4- 15 એસ.એમ.સી. ટેનામેન્ટ, વિજય ડેરીની બાજુમાં, અડાજણ સુરત, તથા (6) ચિંતન ઉર્ફે ગોટુ પ્રકાશભાઈ લુહાર ઉં.વ. 23 રહે, 1-1299 ટીમલીયાવાડ, ગાંધીસ્મૃતિ ભવનની પાછળ, નાનપુરા, સુરતની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલા 9 મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top