Dakshin Gujarat

દમણની આ હોટલ સામે મસાજના નામે ખૂબ જોરશોરથી ચાલી રહેલો દેહવેપારનો ધંધો

દમણ: (Daman) નાની દમણના સ્પા સેન્ટરની (Spa Center) આડમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો દમણ પોલીસે (Daman Police) પર્દાફાશ કર્યો છે. નાની દમણ પોલીસ સ્ટેશનના પ્રભારી પી.એસ.આઈ. વિશાલ પટેલે પોલીસ સાથે સ્પા સેન્ટર ઉપર દરોડા (Raid) પાડી દમણ રહેતા સ્પા સેન્ટર સંચાલકની ધરપકડ કરી હતી. આરોપી વિરૂધ્ધ અનૈતિક દેહવેપાર (Trafficking) અધિનિયમની વિવિધ કલમો અંતર્ગત ગુન્હો દાખલ કરાયો છે.

  • દમણમાં મસાજના નામે ખૂબ જોરશોરથી ચાલી રહેલો દેહવેપારનો ધંધો
  • નાની દમણના કથીરીયામાં આવેલા સ્પા સેન્ટરની આડમાં ચાલતા કુટણખાના (Brothel) પર પોલીસના દરોડા
  • પૈરા મનોસ સ્પા નામના સ્પા સેન્ટરના સંચાલકની ધરપકડ

પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણમાં કથિરીયામાં બ્યૂ લગૂન હોટલની સામે આવેલી ઈમારતના પહેલા માળે પેરામોનોસ ડાઈ નામથી સ્પા સેન્ટર ચાલી રહ્યું હતું. પેરામોનોસ સ્પા સેન્ટરમાં મસાજના નામ ઉપર દેહવેપારનો ધંધો ખૂબ જોરશોરથી ચાલી રહ્યો હતો. અહીં મોટા ભાગના ગ્રાહકો બહાર ગામથી આવતા હતા. ગ્રાહકોને મસાજની રસીદ આપવામાં આવી હતી. પરંતુ કેબિનમાં યુવતિઓથી સ્પાના નામ ઉપર દેહવેપારનું કામ કરાતું હતું. પોલીસને આ સ્પા સેન્ટરમાં ચાલી રહેલા દેહવેપારની પુરતી જાણકારી મળતા નાની દમણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ વિશાલ પટેલે પોલીસ દળની સાથે પૈરામનોસ સ્પા સેન્ટર ઉપર દરોડો પાડી દમણ રહેતા સ્પા સંચાલકની ધરપકડ કરી હતી. આ દરોડાથી દમણમાં ચાલી રહેલા વિવિધ સ્પા સેન્ટરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

‘સ્કૂલમાં ટીચરનું મર્ડર થયું છે તેથી સોનું પહેરી નહીં જવાય’ મંગળસૂત્ર ઉતારી લો
ઘેજ : ચીખલીમાં બે ઠગ યુવાનોએ સ્કૂલમાં ટીચરનું મર્ડર થયેલું છે તેથી સોનું પહેરી ત્યાંથી નહીં જવાય એમ કહી સમરોલીની મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ હંસાબેન પ્રવિણચંદ્ર ગાંધી ચીખલી બજારમાં કામ અર્થે ગયા હતા. તે દરમ્યાન મોટર સાયકલ પર આવેલા બે યુવાનોએ તેમને સ્કૂલમાં ટીચરનું મર્ડર થયેલું છે તેથી સોનુ પહેરીને ત્યાંથી નહીં જવાઇ તેમ કહી ગળામાંથી બે તોલાનું સોનાનું મંગળસૂત્ર ઉતરાવી લઇ ફરાર થઇ ગયા હતા. મહિલાને ભોળવી આ રીતે ધોળા દિવસે મંગળસૂત્ર ઉતરાવી લઇ બે યુવાનો ફરાર થઇ જવાના આ બનાવમાં પોલીસ ચોપડે કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

Most Popular

To Top