Dakshin Gujarat

નવસારીમાં રખડતા કુતરાનો આતંક : ચારને બચકા ભર્યા, બાળકને હાથ અને મોઢા પર પંજા માર્યા

નવસારી: (Navsari) નવસારી શહેરમાં રખડતા કુતરાએ (Dog) નવી પોલીસ લાઈનમાં ચાર લોકોને કરડતા (Dog Bite) સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. જ્યારે નાના બાળકને (Child) હાથમાં અને મોઢા પર પંજા માર્યા હતા. નવસારીમાં રખડતા કૂતરાનો આતંક (Dog Terror) જોવા મળ્યો છે. પહેલા રખડતા ઢોરોને પગલે અકસ્માત થઇ રહ્યા હતા. ત્યારે હવે રખડતા કુતરાઓ પણ લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે. નવસારીમાં કુતરાઓ રાહદારીઓ ઉપર હુમલો કરી કરડતા હોય છે. ત્યારે આજે પણ એક હડકાયા કુતરાએ 4 જેટલા લોકોને કરડ્યા હતા.

  • નવસારીમાં રખડતા કુતરાનો આતંક : ચારને બચકા ભર્યા, બાળકને હાથ અને મોઢા પર પંજા માર્યા
  • પહેલા રખડતા ઢોરોને પગલે અકસ્માત થતા હવે રખડતા કુતરાના લોકો પર હુમલા
  • નવસારીમાં નવી પોલીસ લાઈનમાં હડકાયા કુતરાએ હુમલો કરતા હોસ્પિટલમાં ખસેડાયા

નવસારીમાં નવી પોલીસ લાઈન આવી છે. જ્યાં એક હડકાયા કુતરાએ 4 લોકો ઉપર હુમલો કરી તેમને કરડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સિવાય એક નાના બાળક ઉપર હુમલો કરતા નાના બાળકને હાથ અને મોઢા ઉપર પંજાના નિશાન પડ્યા હતા. આ ઘટનાને પગલે નવસારી ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

નવસારીમાં બાલાપીર દરગાહ પાસે ચોમાસામાં ડુબી જતાં નવસારીના ટ્રાન્સફોર્મરને ખસેડો
નવસારી : નવસારીના વોર્ડ નં. 13 માં ચોમાસામાં વરસાદી પાણીમાં ડુબાણમાં આવતું બાલાપીર દરગાહ પાસેનું ટ્રાન્સફોર્મર ઉપરના ભાગે ખસેડવાની માંગ કરી વોર્ડ નં. 13 ના નગરસેવક વિજય રાઠોડે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર અને પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. વોર્ડ નં. 13 નગરસેવક વિજય રાઠોડે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર અને પાલિકાના ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 13 ના બાલાપીર દરગાહ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટ્રાન્સફોર્મર મુકવામાં આવેલી છે તે ચોમાસાની ઋતુમાં રેલીમાં પાણી ખાડીમાં આવતા ટ્રાન્સફોર્મર પણ દબાણમાં આવે છે જેના કારણે કેલાઓ ધરોમાં વીજ પુરવઠો જ્યાં સુધી ખાડીમાં રેલીના પાણી ઉતરી ન જાય ત્યાં સુધી વીજ પુરવઠો બંધ રહે છે એના લીધે ત્યાંના લોકોએ હાલાકી વેઠવી પડે છે. જેના કાયમી નિરાકરણ માટે ઉપરના ભાગે ટ્રાન્સફોર્મર ખસેડી આપો તેવી માંગ કરી વિસ્તારના લોકોની ચોમાસા દરમિયાન વારંવારની ફરિયાદ કરે છે. જેથી ચોમાસા દરમિયાન વીજ પુરવઠાની તકલીફનો સુખદ નિરાકરણ લાવવા માંગ કરી છે.

Most Popular

To Top