Sports

સીએસકેના પડકાર સામે બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ માટે રાહુલની ઇજા ચિંતાનો વિષય

લખનઉ : આવતીકાલે બુધવારે જ્યારે ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે અહીંના ઇકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમના માટે પોતાના કેપ્ટન કેએલ રાહુલ અને ઝડપી બોલર જયદેવ ઉનડકટની ઇજાઓ ચિંતાનો વિષય બનશે.

સોમવારે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર (આરસીબી) દ્વારા 19.5 ઓવરમાં માત્ર 108 રનમાં જ ઓલઆઉટ થયેલું એલએસજી તેના હોમ ગ્રાઉન્ડમાં 126 રનના નજીવા સ્કોરનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યા બાદ આવતીકાલની મેચમાં મજબૂતાઇથી ઉતરવા માગશે. આરસીબી સામેની મેચ દરમિયાન રાહુલને તેની જમણા સાથળમાં ઈજા થઈ હતી, જ્યારે ઉનડકટ નેટ્સ પર બોલિંગ કરતી વખતે ખરાબ રીતે લપસી ગયો હતો. બંને ઈજાઓ કેવી અને કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એલએસજી વતી આરસીબી સામે રાહુલ 11માં ક્રમે બેટિંગમાં આવ્યો હતો અને ત્રણ બોલ રમીને ખાતુ ખોલાવી શક્યો નહોતો. બુધવારની મેચ માટે ટીમમાં તેનો સમાવેશ શંકાસ્પદ છે. કાઇલ મેયર્સ, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઇનિસ અને કૃણાલ પંડ્યા જેવા ખેલાડીઓએ લખનૌ ફ્રેન્ચાઇઝીને રિધમમાં જાળવી રાખવા માટે સક્ષમ છે. આ તરફ ચેન્નાઇ સુપર કિંગ્સ પોતાની બંને છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે હારી ચુક્યું છે અને તેઓ લખનઉ સામે જીતીને પોતાનું અભિયાન ફરી પાટે ચઢાવવા માગશે.

Most Popular

To Top